ડાયલૉગમાં નથી ઝળકતી યોગ્ય લાગણીઓ : ધુલિયા
મુંબઈ, 5 ફેબ્રુઆરી : બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા આજકાલ હિન્દી ફિલ્મો માટે લખાતાં ડાયલૉગથી ખુશ નથી. તેઓ ડાયલૉગ્સમાં યોગ્ય લાગણીઓ ઉતારવા માટે ઉર્દૂ ભાષાના ઉપયોગની હિમાયત કરે છે.

ધુલિયાએ એક મુલાકાતમાં જણાવ્યું - આજકાલ ફિલ્મોમાં વધુ પડતી અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે, પરંતુ આ ભાષા દ્વારા લાગણીઓ ઉપસીને આવતી નથી. બહેતર રહેશે કે આખી ફિલ્મ કાં તો અંગ્રેજીમાં બનાવવામાં આવે કાં પછી આપણી ભાષામાં બનાવવામાં આવે કે જેમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરવો જોઇએ.
ધુલિયાની ફિલ્મ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ રિલીઝ માટે તૈયાર છે અને ફિલ્મની પ્રચાર સામગ્રી જોઈ લાગે છે કે તેના ડાયલૉગ્સ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ફિલ્મમાં જિમી શેરગિલ, માહી ગિલ, ઇરફાન ખાન અને સોહા અલી ખાને કામ કર્યું છે. ફિલ્મ આગામી 8મી માર્ચના રોજ રિલીઝ થનાર છે.












Click it and Unblock the Notifications
