કિસ્સામાં ઇરફાન સાથે દેખાશે ટિસ્કા ચોપરા
મુંબઈ, 2 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી ટિસ્કા ચોપરા અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મ બાદ હવે કિસ્સા ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં તેઓ ઇરફાન ખાન સાથે દેખાશે. કિસ્સા ફિલ્મના સ્ક્રીનિંગ માટે ટિસ્કા ચોપરા આગામી ટોરંટો ઇંટરનેશનલ ફિલ્મ સમારંભ એટલે કે ટીઆઈએફએફમાં રેડ કારપેટ ઉપર ચાલશે.

છેલ્લે અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મમાં દેખાયેલાં ટિસ્કા ચોપરા ટીઆઈએફએફમાં પહેરાનારી પોતાની ડ્રેસ અંગે દ્વિઘામાં છે. ટિસ્કાએ ટ્વિટર પર લખ્યું - થોડાંક જ દિવસોમાં ઇરફાન ખાન અને મારા દ્વારા અભિનીત એક નવી ફિલ્મ કિસ્સા સાથે ટીઆઈએફએફ 2013ની આગેવાની કરવાની છે. હું રેડ કારપેટ ઉપર શું પહેરું, ખૂબ જ મુંઝવણમાં છું.
કિસ્સા ફિલ્મ એક ભારતીય-યૂરોપીય સંયુક્ત સાહસ હેઠળ બનનાર ફિલ્મ છે. ફિલ્મમાં ઇરફાન ખાન એક પંજાબી પુરુષની ભૂમિકામાં દેખાશે. ફિલ્મમાં તેઓ 1947માં થયેલ દેશના ભાગલા બાદના જીવન સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરતાં દેખાશે. ટીઆઈએફએફ 5મીથી 15મી સપ્ટેમ્બર સુધી યોજાશે.












Click it and Unblock the Notifications
