
Pics : આશાને નિરાશ કરે છે આજના ગીતોના બોલ
મુંબઈ, 7 ડિસેમ્બર : ‘એબીસીડી પઢ લી બહુત... અબ કરૂંગા તેરે સાથ ગંદી બાત...', ‘તમંચે પે ડિસ્કો...', ‘ખાલી-પીલી ખાલી-પીલી ટોકને કા નહીં...' અને એવા કેટલાય ગીતો આજકાલ બૉલીવુડ ફિલ્મોનો ભાગ બની ચુક્યાં છે. પોતાના વિચિત્ર બોલ અને ધડાકેદાર સંગીતના પગલે આ ગીતો લોકપ્રિય થાય છે, પરંતુ લાંબા સમય માટે ટકતા નથી. આવુ કેમ?
વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી આશા પારેખની માનીએ તો આજના ગીતોમાં પહેલા જેવો ચાર્મ નથી રહ્યો. આશા પારેખનો આમ કહેવાનો મતલબ એ જ નિકળે છે કે તેઓ આજના ગીતો સામે નિરાશ છે. જોકે તેમણે કોઈ ગીતનું નામ લીધા વગર એટલું જ કહ્યું કે આજના ગીતોનો પહેલા જેવો ચાર્મ નથી. સ્પષ્ટ છે કે આશા પારેખનો ઇશારો ગંદી બાત... જેવા ગીતો સામે જ હતો.
આશા પારેખે ગઈકાલે યૂટીવી વૉક ઑફ ધ સ્ટાર્સમાં પોતાના હૅન્ડ પ્રિંટનું અનાવરણ કરતા મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતાં. આ પ્રસંગે વીતેલા જમાનાના આર્ટિસ્ટ્સ વહીદા રહેમાન, ડિમ્પલ કાપડિયા, જિતેન્દ્ર, હેલન, ઋષિ કપૂર અને જૅકી શ્રૉફ વિગેરે પણ હાજર રહ્યા હતાં.
આવો ઇવેંટની તસવીરો સાથે જાણીએ આશાએ વધુમાં શું કહ્યું :

ફિલ્મો સુધરી
આશાએ જણાવ્યું - આજની ફિલ્મો બદલાઈ છે અને તે વધુ સુપીરિયર દેખાય છે સ્ક્રીન ઉપર.

સખત મહેનત
તેમણે જણાવ્યું - આજના આર્ટિસ્ટ્સ પોતાની જાતને સાબિત કરવા માટે સખત મહેનત કરે છે.

શાનદાર ગીતો
આશા પારેખે રૂપેરી પડદે પર્દે મેં રહને દો... ખત લિખ દે સંવરિયા કે નામ બાબૂ... તથા આજા આજા મૈં હૂં પ્યાર તેરા... જેવા ગીતો સાકાર કર્યાં છે.

ચાર્મ નથી
71 વર્ષીય આશાએ જણાવ્યું - આજના ગીતો અને બોલનો પહેલા જેવો ચાર્મ નથી.

અજીબ હૈં...
તેમણે જણાવ્યું - આજના ગીતો અજીબ હૈં...

જૂના ડાન્સ ડિફરંટ
તેમણે જણાવ્યું - આજના ફિલ્મી ડાન્સ આધુનિક થયા છે, પરંતુ જૂના ડાન્સ ડિફરંટ હતાં.

લોકનૃત્ય જરૂરી
આશાને આશા છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકનૃત્યો કમબૅક કરશે. ભારતીય સંસ્કૃતિને આપણે ભુલીશું નહીં.