Box Office પર છવાઇ અક્ષય કુમારની 'ટૉયલેટ એક પ્રેમ કથા'

અક્ષય કુમારની ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા'નું બોક્સ ઓફિસ કલેક્શન જાણો અહીં..

અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા'ને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ સાંપડ્યો છે. અક્ષયની આ ફિલ્મ વર્ષ 2017ની 6ઠ્ઠી સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની છે. પોતાના પહેલા જ દિવસે આ ફિલ્મે 13.10 કરોડની કમાણી કરી હતી. પીએમ મોદીના સ્વચ્છતા અભિયાન પર આધારિત આ ફિલ્મે બે દિવસની અંદર 30.20 કરોડનું કલેક્શન કર્યું છે.

વિકએન્ડમાં થયો ફાયદો

વિકએન્ડમાં થયો ફાયદો

અક્ષય કુમારની આ ફિલ્મને વર્ડ ઓફ માઉથનો પણ ઘણો ફાયદો થયો છે. શુક્રવાર બાદ શનિ-રવિ દરમિયાન ફિલ્મના કલેક્શનમાં સતત વધારો જ નોંધાયો છે. શનિવારે આ ફિલ્મનું કલેક્શન હતું, 17.10 કરોડ. શુક્ર અને શનિ મળીને જ ફિલ્મનું કલેક્શન 30.20 કરોડ થયું છે.

50 કરોડની આશા

50 કરોડની આશા

આથી ટ્રેડ એનાલિસ્ટ્સને આશા છે આ ફિલ્મનું રવિવારનું કલેક્શન મળીને ફિલ્મ પોતાના પહેલા વિકએન્ડમાં 50 કરોડનો આંકડો પાર કરશે. અક્ષય કુમાર છેલ્લા કેટલાયે સમયથી સૂચક અને સ્ટ્રોંગ કન્ટેન્ટવાળી ફિલ્મો આપી રહ્યાં છે, જેનો ફાયદો તેમની દરેક ફિલ્મને મળે છે.

રજાઓનો મળશે ફાયદો

રજાઓનો મળશે ફાયદો

વળી, મંગળવારે પણ સ્વતંત્રતા દિવસની રજા હોવાને કારણે ફિલ્મને એનો લાભ મળશે. સલમાનની 'ટ્યૂબલાઇટ', શારૂખની 'જબ હેરી મેટ સેજલ' બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઇ હતી, એની સરખામણીમાં અક્ષયની આ ફિલ્મના કમાણીના આંકડાઓ ખાસા સંતોષજનક છે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર પણ લોકો આ ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું છે, 'લોકો હવે સ્ટોરી અને ક્વોલિટી વિનાની મસાલા અને એક્શન ફિલ્મોથી કંટાળ્યા છે.' આ ફિલ્મમાં દેશના સૌથી મહત્વપૂર્ણ સમાજીક મુદ્દાને ખૂબ સરસ રીતે દર્શવવામાં આવ્યો છે, જેને કારણે લોકોને ફિલ્મ પસંદ પડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X