Must See : હુમૈમા નં. 29, જુઓ ઇમરાનના ટૉપ 10 Kissing સીન્સ!
મુંબઈ, 30 જુલાઈ : ફરી એક વાર સીરિયલ કિસર ઇમરાન હાશમી કિસ અંગે ચર્ચામાં છે. હોય પણ કેમ નહીં? પોતાની દરેક ફિલ્મમાં લિપલૉક સીન આપનાર ઇમરાન મિયાને પણ કોઇક મેલ એક્ટરને કિસ કરવામાં ખચકાટ થાય છે. તેથી તેમણે જણાવ્યુ છે કે તેઓ પોતાની પીમેલ કિસર્સ સાથે જ ખુશ છે.
આપને જણાવી દઇએ કે ઇમરાન હાશમી અને કિસની વાત એટલા માટે ઊભી થઈ છે, કારણ કે તેમણે પોતાની આવનાર ફિલ્મ રાજા નટવરલાલમાં પણ પોતાની નવોદિત અભિનેત્રી હુમૈમા મલિકને કિસ કરી છે. એટલુ જ નહીં, ઇમરાને એમ પણ ખુલાસો કર્યો છે કે હુમૈમા મલિક તેમની 29મી અભિનેત્રી છે કે જેને તેમણે ઑન-સ્ક્રીન કિસ કરી છે.
નોંધનીય છે કે રાજા નટવરલાલ એક ગઠિયાની વાર્તા છે કે જે પૈસા માટે પોતાનો ઈમાન સુદ્ધા દાવે લગાડી દે છે. ફિલ્મનું નિર્માણ યૂટીવી મોશન કરી રહ્યું છે અને તેના હૅડ સિદ્ધાર્થ રૉય કપૂરે કહ્યુ છે કે રાજા નટવરલાલ સમ્પૂર્ણપણે ઇમરાન હાશમી સ્ટાઇલની જ ફિલ્મ છે. જો તમે ઇમરાનના ફૅન હોવ, તો તેમને આ ફિલ્મ ગમશે.
રાજા નટવરલાલ ફિલ્મમાં ઇમરાન હાશમી બિલ્કુલ તેવા જ રોલમાં દેખાશે કે જેના માટે તેઓ જાણીતા છે. તેમની ભૂમિકા રસપ્રદ છે. ફિલ્મમાં તેઓ એક નાના-સૂના કલાકાર છે અને એક દિવસ તે મુકામે પહોંચી જાય છે કે જેની તેમણે કલ્પનાય નહોતી કરી.
આ તો વાત થઈ રાજા નટવરલાલ ફિલ્મ વિશે કે જેમાં ઇમરાને 29મી અભિનેત્રી હુમૈમાને કિસ કરી છે. અમે આપને ઇમરાનના તમામ 29 કિસિંગ સીન્સ તો ન બતાવી શકીએ, પણ હાલ આપને ઇમરાન હાશમીના ટૉપ 10 કિસિંગ સીન્સની સહેલગાહે જરૂર લઈ જઈ શકીએ :

મર્ડર
વર્ષ 2004માં આવેલી ભટ્ટ કૅમ્પની મર્ડર ફિલ્મે સફળતાના તમામ રેકૉર્ડ તોડ્યા હતાં. આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત સાથે ઇમરાનના ઘણા ઇંટીમેટ અને કિસિંગ સીન્સ હતાં.

ઝહર
વર્ષ 2005માં રિલીઝ થયેલી ઝહર ફિલ્મમાં ઇમરાને શમિતા શેટ્ટી તથા ઉદિતા ગોસ્વામી સાથે લિપલૉક તથા ઇંટીમેટ સીન્સ આપ્યા હતાં.

આશિક બનાયા આપને
આશિક બનાયા આપનેમાં ઇમરાન અને તનુશ્રી દત્તાના અનેક હૉટ સીન્સ હતાં.

ગૅંગસ્ટર
ગૅંગસ્ટર ફિલ્મમાં ઇમરાન અને કંગના રાણાવત વચ્ચે અનેક ઇંટીમેટ અને હૉટ સીન્સ હતાં.

જન્નત
જન્નત ફિલ્મમાં ઇમરાન તથા સોનલ ચૌહાણ પર શૂટ કરાયેલ હૉટ સીન્સે કહેર વરસાવ્યો હતો.

ક્રૂક
ક્રૂક ફિલ્મમાં ઇમરાને કિસિંગ સીનની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી.

મર્ડર 2
મર્ડર 2 ફિલ્મમાં પણ ઇમરાને જૅકલીન ફર્નાન્ડીઝ સાથે ગરમાગરમ સીન્સ આપી લોકોને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા હતાં.

ધ ડર્ટી પિક્ચર
ધ ડર્ટી પિક્ચરમાં તો ઇમરાને વિદ્યા બાલન સાથે લિપલૉક સીન આપ્યુ હતું.

રાઝ 3ડી
રાઝ 3ડી ફિલ્મમાં ઇમરાને એશા ગુપ્તા સાથે પોતાના કૅરિયરનું સૌથી લાંબુ કિસિંગ સીન આપ્યુ હતું.

રાજા નટવરલાલ
રાજા નટવરલાલ ફિલ્મના લિપલૉક સીન બાદ હુમૈમા મલિક ઇમરાનની 29મી અભિનેત્રી બની ગઈ છે કે જેને ઇમરાને કિસ કરી છે. હુમૈમાએ આ અંગે કહ્યું કે આ એક નૉર્મલ સીન હતું કે જે ફિલ્મ માટે જરૂરી હતું. તેથી અમે કર્યું. મને આ સીન કરતા કોઈ પરેશાની ન આવી.












Click it and Unblock the Notifications
