For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાલ ખલ્લાસ : આ 10 સીરિયલો હવે બંધ થવી જોઇએ...પ્લીઝ...

|
Google Oneindia Gujarati News

સાલ ખલ્લાસ 2014. કેટલીયે આવી ને કેટલીયે ગઈ, પણ કેટલીક આવ્યા બાદ જઈ જ નથી રહી. ટેલીવિઝન ભારતીય દર્શકોનો સૌથી મનપસંદ સાથી છે. સાંજના 7 વાગતા જ ઘરમાં ટીવી ઑન થઈ જાય છે અને રાત્રે 12 વાગ્યે બંધ થાય છે.

આ સમય દરમિયાન સ્ટાર પ્લાસ, સોની ટીવી, ઝી ટીવી, કલર્સ, લાઇફ ઓકે તથાસબ ટીવી પર આવતી સીરિલયોની વાર્તાઓ એક-બીજાને ટક્કર આપવા માટે સ્પર્ધા કરતીહોય છે, પરંતુ કેટલીક સીરિયલો એવી થઈ ચુકી છેકે જેમાં નથી વાર્તા બચી કે નથી બચ્યા પાત્રો, બસ ખેંચાતી જ જાય છે અને દર્શકો તેમને જોતા જાય છે, કારણ કે તેમને આવી સીરિયલોની ટેવ પડી ગઈ છે.

તેથી પ્રજાહિતમાં એવુ લાગે છે કે વર્ષ 2014 ખતમ થાય છે, તો સાથે-સાથે કેટલીક બોરિંગ સીરિયલો પણ પૂરી થવી જ જોઇએ :

ઉતરન

ઉતરન

બે છોકરીઓની મૈત્રી, ઈર્ષ્યા અને ઢગડાથી શરૂ થયેલ આ વાર્તા હવે ક્યાં જઈ પહોંચી છે કે ખબર જ નથી પડતી. પાત્રો આવે છે, જાય છે, પણ આ સીરિયલ વગર કોઈ વાર્તાએ કોણ જાણે કેમ ચાલ્યે જ જાય છે.

સસુરાલ સિમર કા

સસુરાલ સિમર કા

વાર્તા શરૂ થઈ અલીગઢના કોઇક શર્માજી-વર્માજીથી કે જેમના ઘરે ટીવી પર તાળુ લાગેલુ હતું. પછી વાર્તા રોલી-સિમર વચ્ચે ઝોલા ખાવા લાગી. પછી વાર્તા ગાયબ થઈ ગઈ. હવે તો ખબર બી નથી પડતી કે આ સીરિયલમાં કોણ શું કહેવા માંગે છે.

બાલિકા વધુ

બાલિકા વધુ

બાલિકા વધુની શરુઆત થઈ બાળલગ્નના કુરિવાજની વિરુદ્ધ, પણ પછી આવી ગઈ જગિયા-આનંદીની પ્રણય-કથા. ખેર, લેખકને યાદ આવ્યું કે કંઇક ગરબડ થઈ ગઈ, ગૌરીનું ટ્રૅક લવાયું, પણ આ બથુ વીતેલા જમાનાની વાત થઈ ગઈ. કાં તો આ સીરિયલનું નામ બદલી નાંખો અને કાં તો તેને બંધ કરી દ્યો.

કૉમેડી ક્લાસિસ

કૉમેડી ક્લાસિસ

ભઈ, દરેક પાસે કપિલ શર્મા જેવી ક્ષમતા નથી હોતી. પહેલા ગુત્થી પોતાનો શો લઈ આવ્યા, પરંતુ તેમને અક્કલ આવી ગઈ. એવુ નથી કે કૃષ્ણા સુદેશ તથા ભારતીને લોકો પસંદ નથી કરતાં, પણ આમ કપિલની કૉપી કરતા તેઓ જરાય સારા નથી લાગતાં.

સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા

ગોપી અને રાશિના સાથના કારણે લોકો આ સીરિયલ જોતા હતાં. હવે નથી રહી પેલી ગોપી કે નથી રાશિ, પણ ચૅનલ છે કે માનતી નથી. દરમિયાન વાર્તામાં વગર વાતે આટલા ટ્વિસ્ટ નંખાયા કે બસ હવે હદ થઈ ગઈ.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

આ અક્ષરા અને નૈતિક પણ ભૂલી ગયા છે કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ. વાર્તામાં વગર વાતે નવા પાત્રો આવતા રહે છે, અક્ષરાનો એક નાનો ભાઈ હવે એટલો મોટો થઈ ગયો કે તેના લગ્ન પણ થઈ ગયા. હજીય આ સીરિયલ કેમ ચાલી રહ્યું છે, તે તો ચૅનલ જ જાણે.

સાવધાન ઇંડિયા

સાવધાન ઇંડિયા

કોઈ પણ ઇંડિયન હવે આ સીરિયલ નથી જોતું. સાવધાન થવું તો દૂરની વાત છે. હકીકતમાં ક્રાઇમ સિરીઝ, તે પણ આટલી લાંબી? કોણ જોશે? એમ પણ આવા સમાચારો લોકો નેટ અને વર્તમાન પત્રોમાં એટલા વાંચી ચુક્યા છે કે કંટાળી ગયા છે.

હમને લી હૈ શપથ

હમને લી હૈ શપથ

આ ક્રાઇમ સિરીઝમાં પણ ક્યારે-શું થાય છે, કંઇ જ સમજાતુ નથી. હવે તો કહાનીનો ટ્રૅક પણ છોડી દેવાયો છે.

કુબૂલ હૈ

કુબૂલ હૈ

જ્યાં સુધી કરણ સિંહ ગ્રોવર તથા તેમના ભાઈ પર કહાણી કેન્દ્રિત હતી, સારી હતી, પરંતુ તેમણે બિપાશા સાથે એક્સપોઝ કરવા માટે સીરિયલ છોડી દીધી અને કરણવીર વોહરા લાખ કોશિશ કર્યા છતાં કંઈ ઉકાળી ન શક્યાં.

સીઆઈડી

સીઆઈડી

હવે જુઓ વડીલોને કંઈ કહેવું સારૂ નથી લાગતું, પણ તેમણે પણ કેટલીક બાબતો સમજી લેવી જોઇએ. હવે તો એસીબી પ્રદ્યુમનના એક્સપ્રેશન જોઈ બાળકો પણ ડાયલૉગ બોલી દે છે. દયા દરવાજા તોડ દો!

English summary
TV indeed is the biggest mode of entertainmen t these days but there are some serials which should seriously go off air for audiences welfare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X