Box Office 2015: બેસ્ટ ઓપનિંગ ડે, આગળ ભાઇજાનને પાછળ...

દિલવાલે અને બાજીરાવ મસ્તાની સાથે જ વર્ષ 2015ની તમામ મોટી ફિલ્મો અત્યાર સુધીમાં રિલિઝ થઇ ગઇ છે. બોક્સ ઓફિસની વાત કરીએ તો બોલીવૂડ માટે આ વર્ષ કંઇ ખાસ ધમાકેદાર નથી રહ્યું. સલમાન ખાનની ફિલ્મોને છોડીને કોઇ પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર દમદાર કલેક્શન નથી કર્યું.

ત્યારે અમે વર્ષ 2015ની તેવી 5 ફિલ્મો લઇને આવ્યા છીએ જેમણે ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરી છે. જો કે બોલીવૂડમાં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં હજી પણ શાહરૂખ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂયર છે જેણે 44.5 કરોડની શાનદાર કમાણી કરી છે.

પણ તેમ છતાં આ વર્ષે શાહરૂખ ખાન, બાજીરાવ મસ્તાનીના ક્લેશના કારણે આ રેસમાં પાછળ પડી ગયા છે. ત્યારે વાંચો તે ફિલ્મોના નામ જેમણે રિલિઝના પહેલા દિવસે જ ધમાકેદાર કમાણી કરી. અને જાણો જે તે ફિલ્મની ઓપનિંગ ડેની કમાણી નીચેના ફોટોસ્લાઇડરમાં...

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોએ ઓપનિંગ ડે પર 40.35 કરોડનું કલેક્શન કર્યું. આ સાથે જ આ ફિલ્મ વર્ષે 2015ની સૌથી મોટી ઓપનર પણ સાબિત થઇ. જેમાં સલમાન ખાન અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

બજરંગી ભાઇજાન

બજરંગી ભાઇજાન

આ વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ રહી બજરંગી ભાઇજાન. ફસ્ટ ડે આ ફિલ્મની કમાણી 27.25 કરોડ હતું. ફિલ્મમાં સલમાન ખાન અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

દિલવાલે

દિલવાલે

21.80 કરોડના કલેક્શન સાથે શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. જો કે આ ફિલ્મ શાહરૂખ ખાનનો હેપ્પી ન્યૂયરનો રેકોર્ડ તોડી નહતી શકી.

સિંહ ઇઝ બ્લિંગ

સિંહ ઇઝ બ્લિંગ

પ્રભૂદેવાના નિર્દેશનમાં બનેલી અક્ષય કુમારી સ્ટાર્ર આ ફિલ્મમે રિલિઝ સાથે 20.67 કરોડની ધમાકેદાર કમાણી કરી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને એમી જેક્શન લીડ રોલમાં હતા.

બ્રધર્સ

બ્રધર્સ

અક્ષય કુમારની ફિલ્મ બ્રધર્સ પણ ધમાકેદાર ઓપનિંગ કરી. આ ફિલ્મનું ફસ્ટ ડે કલેક્શન 15.20 કરોડ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X