પ્રિયંકા, કરીના, આલિયા, શ્રદ્ધા, કૅટરીના.... આ રહી Top Most બૉલીવુડ અભિનેત્રીઓ

મુંબઈ, 13 ઑગસ્ટ : બૉલીવુડ એક શૅર બજાર જેવી ઇન્ડસ્ટ્રી છે. જ્યારે એક અભિનેત્રી ઇન્ડસ્ટ્રી પર રાજ કરવાનું શરૂ કરે છે, તો તેની સ્પર્ધકો તેને ટેક ઓવર કરી ટૉપ પૉઝિશન પામવાનો પ્રયત્ન કરે છે. અહીં શૅર બજારમાં જે રીતે કમ્પનીઓ વચ્ચે સ્પર્ધા હોય છે, તેવી જ સ્પર્ધા અભિનેત્રીઓ વચ્ચે જામે છે.

છેલ્લા થોડાક મહીનામાં બૉલીવુડ અબિનેત્રીઓએ પોતાનું ટૅલેંટ સિલ્વર સ્ક્રીન પર પ્રદર્શિત કર્યું છે અને સાબિત કર્યું છે કે તેઓ પણ કંઇક કરી શકે છે. દાખલા તરીકે દીપિકા પાદુકોણે એવા અભિનેત્રી તરીકે ઉપસ્યા છે કે જેમણે બાર્બી ડૉલ કૅટરીના કૈફને બીટ કરી છે. 2013માં એક પછી એક ચાર હિટ ફિલ્મો આપી દીપિકા ટોચે પહોંચી ગયાં છે.

દરમિયાન આલિયા ભટ્ટ નવોદિત અભિનેત્રી હોવા છતાં ચર્ચામાં છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે કૅરિયર શરૂ કરનાર આલિયાએ 2014માં હાઈવે અને 2 સ્ટેટ્સ જેવી એક પછી એક બે સારી ફિલ્મો આપી છે અને હવે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા લઈને આવી રહ્યાં છે.

આમ, જો આપણે હાલની લીડિંગ અભિનેત્રીઓની યાદી બનાવવા જઇએ, તો તે સાચે જ તેમાં કટ્ટર હરિફાઈ જોઈ શકાય છે. દીપિકા ઉપરાંત આલિયા, શ્રદ્ધા કપૂર, કંગના રાણાવત, સન્ની લિયોન અને સોનાક્ષી સિન્હા પણ આ હરિફાઈમાં સામેલ છે.

શ્રદ્ધા કપૂરે તીન પત્તી તથા લવ કા ધ એન્ડ જેવી ફ્લૉપ ફિલ્મો સાથે શરુઆત કરી હતી, પરંતુ ગત વર્ષે આશિકી 2 ફિલ્મે તેમની કિસ્મત ચમકાવી દીધી. હવે શ્રદ્ધા એક વિલન લઈને આવી રહ્યાં છે. તેવી જ રીતે ક્વીન જેવી શાનદાર ફિલ્મ આપનાર કંગના રાણાવત રિવૉલ્વર રાણી ફ્લૉપ હોવા છતાં હાલમાં ક્વીન ઑફ બૉલીવુડ છે.

ચાલો તસવીરો સાથે જોઇએ હાલમાં બૉલીવુડ પર રાજ કરતી અભિનેત્રીઓ :

ટૉપ 10 બૉલીવુડ અભિનેત્રીઓ

ટૉપ 10 બૉલીવુડ અભિનેત્રીઓ

બૉલીવુડમાં એમ તો સંખ્યાબંધ અભિનેત્રીઓ હાલમાં કાર્યરત્ છે. કોઈને કોઈ ફિલ્મોમાં તેઓ કામ કરી જ રહી છે, પણ અહીં રજૂ કરી રહ્યા છીએ અમે તારવેલી ટૉપ 10 અભિનેત્રીઓ. આગળ જાઓ અને જાણો કોણ અને શા માટે છે ટૉપ 10માં સામેલ અભિનેત્રી?

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

વર્ષ 2013માં રેસ 2, યે જવાની હૈ દીવાની, રામલીલા અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી એક પછી એક ચાર હિટ ફિલ્મો આપી દીપિકા પાદુકોણે 2014માં પણ લીડિંગ અભિનેત્રી બની રહ્યાં છે. તેઓ હાલમાં બાજીરાવ મસ્તાની, ફાઇન્ડિંગ ફૅની તથા હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ બૉલીવુડના બાર્બી ગર્લ છે. બૂમથી લઈ ધૂમ 3 સુધી તેમણે બૉલીવુડમાં ધૂમ મચાવી રાખી છે. તેઓ હાલમાં બૅંગ બૅંગના શૂટિંગમાં વ્યસ્ત છે અને રણબીર કપૂર સાથેના અફૅરના કારણે ચર્ચામાં છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા ઘણા દિગ્દર્શકો અને અભિનેતાઓ માટે લકી રહ્યાં છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ હૉલીડે રિલીઝ થઈ કે જે 100 કરોડ ક્લબમાં જોડાઈ ચુકી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે સફળ શરુઆત આલિયા ભટ્ટે 2014ના આરંભે હાઈવે અને 2 સ્ટેટ્સ જેવી સારી ફિલ્મો આપી અને હવે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા તરીકે ચોથી હિટ ફિલ્મ ધરાવે છે.

 કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવતની ક્વીન ફિલ્મ 2014ની શાનદાર હિટ રહી. જોકે ક્વીન પછી રિવૉલ્વર રાણી ફ્લૉપ નિવડી. આમ છતાં કંગનાનો જાદૂ ઓસર્યો નથી.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

થોડાક વર્ષ પહેલા નિષ્ફળતા સાથે શરુઆત કરનાર શ્રદ્ધા કપૂર આશિકી 2 દ્વારા સુપરહિટ થયાં અને હવે તેઓની છેલ્લી ફિલ્મ એક વિલન પણ સુપર હિટ રહી છે. તેઓ હવે પછી હૈદરમાં દેખાશે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સાવરિયા જેવી ફ્લૉપ ફિલ્મ સાથે શરુઆત કર્યા બાદ ઘણા લાંબા સમય સુધી નિષ્ફળતા વહોરનાર સોનમ કપૂરને 2013માં રાંઝણા અને ભાગ મિલ્ખા ભાગ જેવી હિટ ફિલ્મોનો સથવારો મળ્યો. આ વર્ષે તેમણે બેવકૂફિયાં ફિલ્મ આપી, તો આગામી સમયમાં તેઓ ખૂબસૂરત અને ડૉલી કી ડોલી જેવી ફિલ્મોમાં ચમકવાનાં છે.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ અત્યાર સુધી મલ્ટી-સ્ટારર ફિલ્મનો ભાગ હતાં, પરંતુ કિક દ્વારા તેમના કૅરિયરને કિક વાગી ગઈ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા આજકાલ મૅરી કોમ ફિલ્મ અંગે ખૂબ જ ચર્ચામાં છે. એમ પણ તેઓ બૉલીવુડમાં એક સફળ અભિનેત્રી ગણાય છે.

પરિણીતી નંબર 10

પરિણીતી નંબર 10

પરિણીતી ચોપરા પણ બૉલીવુડમાં હાલમાં ચર્ચાતુ નામ છે અને તેમની આગામી ફિલ્મ દાવત એ ઇશ્ક છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરના નામે એમ તો છેલ્લા કેટલાક વખતથી કોઈ સફળ ફિલ્મ નથી, પણ હાલમાં તેઓ સિંઘમ રિટર્ન્સના કારણે ચર્ચામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X