Tulsi Kumar Net Worth : કેટલી સંપતિની માલિક છે ભારતની સૌથી અમીર મહિલા સિંગર તુલસી કુમાર? જાણો નેટવર્થ
Tulsi Kumar Net Worth : ભારતની સૌથી અમીર મહિલા સિંગરની વાત આવે એટલે તમારા ધ્યાનમાં સુનિધિ ચૌહાણ કે શ્રૈયા ઘોષાલ જેવા નામ આવે.
જો કે તમે આવુ વિચારી છો તો તમે ખોટુ વિચારી રહ્યાં છો. ભારતની સૌથી અમીર મહિલા સિંગર બીજુ કોઈ નહીં પણ તુલસી કુમાર છે.

ભારતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર મહિલા સિંગર માત્ર 34 વર્ષની છે અને તેનું નામ તુલસી કુમાર છે. તુલસી ટી-સીરીઝ પરિવારમાંથી એક છે અને તે અપાર સંપત્તિની માલિક છે.
તુલસી કુમાર T-Series ની YouTube ચેનલ Kids Hut ની માલિક છે. તે તેના દરેક ગીત માટે 7 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અહેવાલો અનુસાર, તુલસી કુમારની કુલ સંપત્તિ 210 કરોડ રૂપિયા છે.
જણાવી દઈએ ખે, કરોડોની સંપત્તિ સાથે તુલસી કુમાર ભારતની સૌથી અમીર સિંગર બની છે. તુલસી પછી શ્રેયા ઘોષાલ ભારતની બીજી સૌથી ધનિક મહિલા સિંગર છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રેયાની કુલ સંપત્તિ 180-185 કરોડ રૂપિયા છે. સુનિધિ ચૌહાણ 100-110 કરોડની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે. ચોથા નંબર પર આશા ભોસલે છે, જે 80-100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.












Click it and Unblock the Notifications
