ઉદય ચોપરા હૉલીવુડમાં દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવશે!

મુંબઈ, 7 ડિસેમ્બર : ધૂમ 3ના અલી એટલે કે ઉદય ચોપરા ધૂમ 3 બાદ કદાચ એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ લેશે. જોકે તેમણે એવુ નથી કહ્યું કે તેઓ બૉલીવુડમાં કામ કરવાનું બંધ કરી દેશે, પણ તેઓ પોતાનુ સમગ્ર ધ્યાન હૉલીવુડ ફિલ્મોમાં કેન્દ્રિત કરશે. યશ ચોપરાના નિધન બાદથી આદિત્ય ચોપરા જ યશ રાજ બૅનર જોઈ રહ્યાં છે.

dhoom3
ઉદયે હૉલીવુડમાં પોતાનો બિઝનેસ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે અને હવે તેઓ હૉલીવુડમાં પણ પોતાના બૅનરને એક સારૂ સ્થાન અપાવવા માંગે છે. એક સારા મુકામે લઈ જવા માંગે છે. ઉદય ચોપરા અને આદિત્ય ચોપરા બંને એક-બીજા સાથે હળી-મળીને કામ કરે છે. ઉદયનું કહેવું છે કે યશજીના ગયા બાદથી બંને ભાઇઓ વધુ નજીક આવ્યાં છે. ઉદયે જણાવ્યું કે હાલ તેઓ બે હૉલીવુડ ફિલ્મો ગ્રેસ ઑફ મોનેકો તથા દ લૉંગેસ્ટ વીક પ્રોડ્યુસ કરી રહ્યાં છે. ધ ગ્રેસ ઑફ મોનેકોમાં નિકોલ કિડમૅન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે કે જે માર્ચમાં રિલીઝ થશે. આ પછી વધુ બે ફિલ્મોમાં લાઇનમાં છે. દિગ્દર્શકો સાથે તેમની ડીલ થઈ ચુકી છે.

ઉદય ચોપરા ધૂમ 4 અંગે કહે છે - ધૂમ 4 જો બનશે અને જો લેખક ઇચ્છશે કે હું તેમાં કામ કરૂં, તો હું જરૂર કરીશ. એવુ નથી કે હું બૉલીવુડ સમ્પૂર્ણપણે છોડી દઇશ. કામ કરીશ, પણ માત્ર પોતાની હૉબી માટે, નહીં કે પૈસા માટે. ધૂમ 3 અંગે એક્સાઇટેડ ઉદય ચોપરાને એ બાબતની ચિંતા નથી કે ફિલ્મ બૉક્સ ઑફિસે કેવી કમાણી કરશે. તેઓ ઇચ્છે છે કે લોકો તેમની ફિલ્મ પસંદ કરે અને જુએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X