Unknown Facts : પોસ્ટર માટે ન્યુડ થયેલ આમિરે માંગી-માંગીને પહેર્યા કપડાં..!

મુંબઈ, 30 ઑક્ટોબર : મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાની ફિલ્મોમાં પરફેક્શન લાવવા માટે કઈ હદે જાય છે, તે તો તેઓ જ જાણે છે. તેમને પોતાના પાત્રની એક-એક વસ્તુ, તેના કપડાં, દાગીના, જૂતા સહિત દરેક નાની બાબતમાં એકદમ પરફેક્શન જોઇતો હોય છે. બીજી બાજુ રાજકુમાર હીરાણી પણ આમિર ખાન કરતા કોઈ પણ બાબતમાં પાછળ નથી. તેઓ પણ પોતાની ફિલ્મો અંગે કોઈ પણ જાતની સમજૂતી નથી કરતાં.

લગાનની જ વાત કરીએ, તો આમિરે પોતાના રોલ મુજબ કપડાં પહેર્યા હતાં અને સાથે જ તેમણે પોતાના કાને મોટી-મોટી બાલીઓ પણ પહેરવી હતી. કાનના જે કુંડલ આમિરને આપવામાં આવ્યા, તે તેમને ગમ્યા નહીં, ત્યારે તેમણે તે વખતની અસિસ્ટંટ કિરણ રાવની કાનની બાલીઓ લઈ પહેરી લીધી હતી.

પીકે ફિલ્મ માટે પણ આમિર ખાને કંઇક એવી જ હરકતો કરી છે. જુઓ જરા :

આમિરે ઉતારી નાખ્યા કપડાં

આમિરે ઉતારી નાખ્યા કપડાં

સૌપ્રથમ તો આજ સુધી કોઈ બીજા સુપર સ્ટારે ન કર્યુ, તે આમિરે કરી બતાવ્યું. આમિરે પીકેના પહેલા પોસ્ટર માટે તમામ કપડાં ઉતારી માત્ર ટ્રાંઝિસ્ટર પહેરી લીધું.

માંગી-માંગીને પહેર્યા કપડાં

માંગી-માંગીને પહેર્યા કપડાં

જાણવા મળે છે કે રાજકુમાર હીરાણી જ્યાં પણ જતા હતાં, ત્યાંના ગામના લોકો દ્વારા પહેરેલ કપડાં તેમને પરમ્પરાગત પરિધાનોને નવા કપડાંમાં બદલાવીને લઈ લેતા હતાં અને આમિર ખાન તે કપડાં પહેરતા હતાં. તેથી ફિલ્મમાં વિવિધ પ્રકારના સુંદર પરિધાનોનો ઉપયોગ કરી શકાયો.

આમિરે 10 હજાર પાન ખાધાં

આમિરે 10 હજાર પાન ખાધાં

આમિર ખાને પીકેના શૂટિંગ દરમિયાન 10 હજાર કરતા વધુ પાન ખાઈ લીધાં. ફિલ્મના કેટલાક પોસ્ટર પણ છે કે જેમાં આમિર મોંમાં પાન ખાતા નજરે પડે છે. હકીકતમાં આમિરે પોતાના મોંના અંદર અને હોઠોનો રંગ લાલ કરવાનુ હતું. તેથી તેમણે પાન ખાવા પડ્યાં. દરેક સીનના શૂટિંગ પહેલા તેમણે લગભગ 10 પાન ખાવા પડતા હતાં.

અનુષ્કાએ નહીં ઉજવી દિવાળી

અનુષ્કાએ નહીં ઉજવી દિવાળી

પીકેના શૂટિંગના પગલે અનુષ્કા શર્મા તો દિવાળી સુદ્ધા ન ઉજવી શક્યાં. મળતી માહિતી મુજબ પીકેના પ્રમોશન તથા શૂટિંગને પૂરૂ કરવાના ચક્કરમાં અનુષ્કા એટલા વ્યસ્ત થઈ ગયાં કે દિવાળી ન ઉજવી શક્યાં.

રાજકુમાર બન્યા ડાન્સ કોરિયોગ્રાફર

રાજકુમાર બન્યા ડાન્સ કોરિયોગ્રાફર

પીકેના એક ગીત માટે રાજકુમાર હીરાણીને કેટલાક અલગથી અને નૉન-બૉલીવુડ સ્ટેપ્સ જોઇતા હતાં કે જે તેમને મળી નહોતા રહ્યાં. તેમણે તમામ મોટા કોરિયોગ્રાફરોને ટ્રાય કર્યાં, ઘણા ઑડિશન પણ લીધાં, પરંતુ તેમને રુચ્યુ નહીં અને અંતે રાજકુમાર હીરાણીએ પોતે જ સિગ્નેચર સ્ટેપ્સ બનાવ્યાં.

અચૂક જુઓ...

અચૂક જુઓ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X