For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્ફી જાવેદ ફરી ટ્રોલ્સના નિશાના પર, કપડા મુદ્દે ઉર્ફીએ સણસણતો જવાબ આપ્યો!

બિસ બોસ ઓટીટીમાં પોતાના હોટ અને બોલ્ડ લુકથી ચકિત કરનાર એક્ટર અને મોડલ ઉર્ફી જાવેદ ભલે બિગ બોસના ઘરમાં લાંબા સમય સુધી રહી શકી ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ડિસેમ્બર : બિસ બોસ ઓટીટીમાં પોતાના હોટ અને બોલ્ડ લુકથી ચકિત કરનાર એક્ટર અને મોડલ ઉર્ફી જાવેદ ભલે બિગ બોસના ઘરમાં લાંબા સમય સુધી રહી શકી ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. જ્યારે ઉર્ફી તેના અતરંગી કપડાં અને ગ્લેમરસ ફોટોશૂટ માટે સમાચારમાં છે ત્યારે તે ટ્રોલર્સના નિશાના પર પણ રહે છે.

બિકીની ફોટો પર ટ્રોલ થઈ

બિકીની ફોટો પર ટ્રોલ થઈ

ઉર્ફી જાવેદ તે અભિનેત્રીઓમાંથી એક છે જે એક તરફ ચાહકોના દિલ પર રાજ કરે છે તો બીજી તરફ ટ્રોલર્સના નિશાના પર રહે છે. ઉર્ફીની તસવીરો વાઈરલ થાય છે પરંતુ તે ટ્રોલર્સની ટ્રોલિંગનો શિકાર બને છે. તાજેતરમાં ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. ઉર્ફીએ તેના ફોલોઅર્સનો આભાર માનવા માટે તેનો બિકીની ફોટો શેર કર્યો હતો, જે બાદ આ તસવીર વાયરલ થઈ હતી. જો કે તે ફરીથી ટ્રોલ્સના નિશાને આવી હતી.

ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ

ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ

એક ટ્રોલરે તેનો ફોટો શેર કરી તેને ઇસ્લામ સાથે જોડી સવાલ કર્યો. નિદા નામના એક સોશિયલ મીડિયા યુઝરે ઉર્ફીનો બિકીની ફોટો શેર કરીને ટ્વીટ કર્યું અને લખ્યું કે, કોઈ જાવેદ અખ્તરજીને પૂછે કે શું આ નગ્નતા ઇસ્લામમાં માન્ય છે કે નહીં? આ ટ્વીટ પછી ઉર્ફીએ તેને રીટ્વીટ કરીને યોગ્ય જવાબ આપ્યો. ચાહકોને તેનો જવાબ ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેની બેબાકી પણ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી ટ્રોલ પર ધ્યાન આપતી નથી, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ પણ આપે છે.

હું જાવેદ અખ્તરની પૌત્રી નથી

હું જાવેદ અખ્તરની પૌત્રી નથી

ઉર્ફીએ આ ટ્રોલરને યોગ્ય જવાબ આપ્યો અને જવાબ A, B, C, D માં લખ્યો. ઉર્ફીએ લખ્યુ, A-હું જાવેદ અખ્તરની પૌત્રી નથી. B-મારી પસંદગી મારી પોતાની છે, મારા દાદાની નથી, પછી તે ગમે તે હોય. C-ઇસ્લામમાં પણ સોશિયલ મીડિયા પર રહેવાની મંજૂરી નથી, તેથી તમે તરત જ તમારું એકાઉન્ટ કાઢી નાખો. D-હું ઇસ્લામમાં માનતી નથી. ઉર્ફીના ચાહકોને તેનો જવાબ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જો કે તમને જણાવી દઈએ કે આ ટ્વિટર એકાઉન્ટની આ ટ્વિટ વેરિફાઈડ નથી, પરંતુ ઘણા સેલેબ્સ આ એકાઉન્ટને ફોલો કરે છે.

બિસ બોસથી ઓળખ મળી

બિસ બોસથી ઓળખ મળી

તમને જણાવી દઈએ કે, ઉર્ફી ટીવી ઈન્ડસ્ટ્રીમાં 2016 થી કામ કરી રહી છે, પરંતુ તેને બિગ બોસ OTT થી ઓળખ મળી. બિસ બોસમાં તેની ટૂંકી સફરમાં ઉર્ફીએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. ઉર્ફી જાવેદની અલગ સ્ટાઈલએ તેને એક અલગ ઓળખ બનાવી, જે પછી ઉર્ફી સતત મીડિયામાં છવાયેલી રહે છે.

ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ પુરા થયા

ઉર્ફીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર બે મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. આ અવસર પર ઉર્ફીએ એક ખાસ વીડિયો બનાવીને તેના ચાહકોનો આભાર પણ માન્યો છે. ઉર્ફી જે તેની ફેશન માટે સમાચારોમાં રહે છે, તેણે તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરવાની ખૂશી શેર કરી. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ તેના ડ્રેસ અને હાથથી હાર્ટ સિમ્બોલ બનાવીને ચાહકોનો આભાર માન્યો હતો.

ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ પુરા થયા

ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ પુરા થયા

ઉર્ફીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર બે મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. આ અવસર પર ઉર્ફીએ એક ખાસ વીડિયો બનાવીને તેના ચાહકોનો આભાર પણ માન્યો છે. ઉર્ફી જે તેની ફેશન માટે સમાચારોમાં રહે છે, તેણે તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરવાની ખૂશી શેર કરી. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ તેના ડ્રેસ અને હાથથી હાર્ટ સિમ્બોલ બનાવીને ચાહકોનો આભાર માન્યો હતો.

English summary
Again Urfi took the trolls by the hand and said- I am not the granddaughter of Javed Akhtar, I do not believe in Islam!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X