ઉર્ફી જાવેદનું નવુ ગતકડું, હવે બિકીની પર સેફ્ટી પીન ડ્રેસ પહેરી ડાન્સ કર્યો!
ઉર્ફી જાવેદે ફરી એકવાર તહેલકો મચાવ્યો છે. તેણે પોતાનો તાજેતરનો બોલ્ડ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે સેફ્ટી પિનથી બનેલા ડ્રેસમાં ડાન્સ કરતી જોવા મળી શકે છે.
ઉર્ફી જાવેદે ફરી એકવાર તહેલકો મચાવ્યો છે. તેણે પોતાનો તાજેતરનો બોલ્ડ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે સેફ્ટી પિનથી બનેલા ડ્રેસમાં ડાન્સ કરતી જોવા મળી શકે છે. ખાસ વાત છે. આ વીડિયોમાં તેણે સેફ્ટી પિન ઉપરાંત બિકીની પણ પહેરી છે. આ કારણે તેનું ટોન ફિગર દેખાઈ રહ્યું છે.

ઉર્ફી જાવેદનો બોલ્ડ ડાન્સ
વીડિયોમાં ઉર્ફી જાવેદે લિપસ્ટિક લગાવી છે. તેના વાળ બાંધેલા છે. તેણે મેકઅપ કર્યો છે અને કેમેરા તરફ જોતા તે બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદે ઈન્સ્ટા પર આ વીડિયો શેર કર્યો હતો, જેને 44 હજારથી વધુ લાઈક્સ મળી છે, જ્યારે તેના પર 1200 થી વધુ ટિપ્પણીઓ કરવામાં આવી છે.
સેફ્ટી પિનથી બનાવ્યો ડ્રેસ
વીડિયો શેર કરતી વખતે ઉર્ફી જાવેદે લખ્યું, 'આ ડ્રેસ સંપૂર્ણપણે સેફ્ટી પિનથી બનેલો છે. તેને બનાવવામાં 3 દિવસનો સમય લાગ્યો હતો.' આ સાથે તેણે આ ડ્રેસ બનાવવામાં મદદ કરવા બદલ ગીતા જયસ્વાલનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેણે અન્ય લોકોને પણ વીડિયોમાં ટેગ કર્યા છે. તેને એમ પણ કહ્યું કે આ સ્ટાઇલ અને આઈડિયા તેમનો છે.
વીડિયો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે
વીડિયોમાં ઉર્ફી જાવેદને બ્લેક બિકીની પર સેફ્ટી પિન ડ્રેસ પહેરીને ડાન્સ કરતી જોઈ શકાય છે. તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ઘણા લોકોએ આના પર હાર્ટ અને ફાયર ઈમોજી શેર કર્યા છે. જ્યારે ઘણા લોકોએ સ્વીટ, સો હોટ, માઇન્ડ બ્લોઈંગ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ટૂંક સમયમાં તમને સલમાન ભાઈ તરફથી એક પત્ર મળશે.' જ્યારે એક ફેને લખ્યું છે, 'વાહ, મજા કરાવી દીધી'.












Click it and Unblock the Notifications
