'ભાડમાં જાય રણબીર, એની શુ ઔકાત', એક્ટરની 'બેડ ટેસ્ટ' કમેન્ટ પર અકળાઈ ઉર્ફી જાવેદ

Urfi Javed On Ranbir Kapoor: ઉર્ફી જાવેદ હંમેશાથી પોતાની વિચિત્ર ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહી છે. તેની ડ્રેસિંગ સ્ટાઈલ લોકોને ચોંકાવી દે છે. હાલમાં બૉલિવુડ અભિનેત્રી કરીને કપૂરે એક ઈન્ટરવ્યુમાં ઉર્ફીની ફેશન સેન્સની પ્રશંસા કરી હતી.

જ્યારે રણબીર કપૂરે તેના પર ટિપ્પણી કરીને ઉર્ફીની ફેશન સ્ટાઈલને બેડ ટેસ્ટ ગણાવી હતી. જેના પર હવે ઉર્ફી જાવેદે મૌન તોડ્યુ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે ઉર્ફી જાવેદને પૂછવામાં આવ્યું કે કરીના કપૂરે તેની ફેશન સેન્સની પ્રશંસા કરી, તો કેવુ લાગ્યુ?

Ranbir Kapoor

ઉર્ફી જાવેદે આનો જવાબ આપતા કહ્યુ, મને લાગ્યુ કે મે મારા જીવનમાં કંઈક હાંસલ કર્યુ છે. કરીનાની પ્રશંસા સાંભળીને હું વિશ્વાસ જ નહોતી કરી શકતી. ઉર્ફીએ આગળ કહ્યું, 'ભાડમાં જાય રણબીર કપૂર નર્ક, એની ઔકાત શું છે, કરીનાએ મારા વખાણ કર્યા છે.'

જો કે ઉર્ફી જાવેદે આ બધુ મજાકમાં જ કહ્યુ હતુ. તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે તેની બહેન કરીનાના શોમાં ઉર્ફી જાવેદની ફેશન સેન્સ વિશે વાત કરી હતી. અભિનેતાએ ઉર્ફીની ફેશન સેન્સ વિશે કશુ કહ્યુ નહીં અને કહ્યુ કે તેને અભિનેત્રીની ફેશન બિલકુલ પસંદ નથી અને તે ખૂબ જ બેડ ટેસ્ટ છે.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેની નવી ફેશન સ્ટાઈલથી બધાને ચોંકાવી દે છે. ઘણી વખત તેને આ કારણે ખરાબ રીતે ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કે આના પર ઉર્ફી જાવેદનુ કહેવુ છે કે તેને ટ્રોલર્સથી કોઈ વાંધો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X