ઉર્ફીનો ખુલાસો - કાસ્ટિંગ ડાયરેક્ટરે મને એડલ્ટ વેબ સીરિઝ કરવા માટે કહ્યુ, કારણકે...

ઉર્ફીએ હવે કહ્યુ છે કે તેની ઈમેજના કારણે તેને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ નથી મળી રહ્યુ.

મુંબઈઃ અભિનેત્રી ઉર્ફી જાવેદ ક્યારેક પોતાના ડ્રેસ તો ક્યારેક પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવતી રહે છે. ઉર્ફીએ હવે કહ્યુ છે કે તેની ઈમેજના કારણે તેને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ નથી મળી રહ્યુ. ઉર્ફીએ ખુલાસો કર્યો કે એક કાસ્ટીંગ ડાયરેક્ટરે તેને કહ્યુ હતુ કે તેની છબી ખરાબ હોવાના કારણે હવે તેને ટીવી પર કામ નહિ મળે.

તમને ટીવીમાં કામ નહિ મળે

તમને ટીવીમાં કામ નહિ મળે

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે એક ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદે એક કાસ્ટિંગ ડાયેક્ટર સાથે પોતાની વાતચીત શેર કરી છે. તેણે કહ્યુ કે, હાલમાં જ મે એક કાસ્ટીંગ ડાયરેક્ટરને મળી હતી. તેણે મને કહ્યુ કે તમને ટેલીવિઝનમાં તો હવે કામ નહિ મળે કારણકે તમારી ઈમેજ એટલી ગંદી થઈ ગઈ છે.

મને એડલ્ટ વેબ સીરિઝ કરવા માટે કહ્યુ

મને એડલ્ટ વેબ સીરિઝ કરવા માટે કહ્યુ

ઉર્ફીએ આગળ કહ્યુ કે મે કાસ્ટિંગ ડાયરેક્ટરને પૂછ્યુ કે ગંદી છબીથી તમારો શું મતલબ છે. આના પર તેણે મને કહ્યુ કે તમે એવુ કરો એક એડલ્ટ વેબ સીરિઝમાં કામ કરી લો કારણકે ટીવીમાં તો તમને સારુ કામ નહિ મળે. ઉર્ફીએ કહ્યુ કે મે સીધુ તેને કહ્યુ કે હું અંતરંગ સીન કરવામાં સહજ નથી. હું જે રીતના કપડા પહેરુ છુ તેને જોઈને એ માની લેવુ કે હું કંઈ પણ કરીશ, તે ઠીક નથી.

કાસ્ટીંગ કાઉચ પર પણ કરી ચૂકી છે વાત

કાસ્ટીંગ કાઉચ પર પણ કરી ચૂકી છે વાત

ઉર્ફીએ થોડા દિવસ પહેલા જ પંજાબી કાસ્ટીંગ ડાયરેક્ટર ઓબેદ પર યુવતીઓ પાસે સેક્સ્યુઅલ ફેવરની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉર્ફીએ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે હું તેની સામે લડી રહી છુ કારણકે તે સેક્સ્યુઅલ વિકૃતિ ધરાવતો વ્યક્તિ છે. આના પર ઓબેદે તેને જૂઠ ગણાવીને કહ્યુ હતુ કે આ લોકો પોતાનુ કામ કાઢીને નીકળી ગયા પછી બદનામ કરવા લાગે છે.

ટીવી પર કરી ચૂકી છે કામ

ટીવી પર કરી ચૂકી છે કામ

ઉર્ફી જાવેદ ટીવી પર અમુક સીરિયલમાં કામ કરી ચૂકી છે પરંતુ ગયા વર્ષે બિગ બૉસ ઓટીટીનો હિસ્સો બન્યા બાદ તેની લોકપ્રિયતા વધી છે. જો કે, તે બિગ બૉસના 8માં દિવસે જ બહાર થઈ ગઈ હતી. તેમછતાં બિગ બૉસના ઘરમાં તેના બીજા કન્ટેસ્ટન્ટ સાથે જે રીતના ઝઘડા થયા તેણે તેને ઘણી ચર્ચામાં લાવી દીધી. ત્યારબાદ ઉર્ફીએ સતત પોતાને નિવેદનો અને ડ્રેસીસના કારણે ચર્ચામાં જાળવી રાખી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X