બની શકે કે એણે ચીટ કર્યુ હોય પરંતુ... તુનિષા શર્મા કેસમાં શીજાન ખાનના સપોર્ટમાં ઉતરી ઉર્ફી જાવેદ

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી શીજાન ખાનના સપોર્ટમાં ઉર્ફી જાવેદે પોસ્ટ કરી છે.

Urfi Javed Supports Sheezan Khan: ટીવી જગતની જાણીતી અભિનેત્રી 20 વર્ષીય તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરીને સહુને ચોંકાવી દીધા હતા. તેના મોતના સમાચાર સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. વળી, અભિનેત્રીના મોત માટે મોત માટે તુનિષાના કો-સ્ટાર શીજાન ખાનને જવાબદાર ગણાવી રહ્યા છે. મુંબઈ પોલીસે તેની ધરપકડ કરીને પૂછરપછ શરુ કરી છે. આ બધા વચ્ચે હવે ઉર્ફી જાવેદ શીજાન ખાનના સપોર્ટમાં ઉતરી છે.

ઉર્ફી જાવેદે કર્યો શીજાન ખાનને સપોર્ટ

ઉર્ફી જાવેદે કર્યો શીજાન ખાનને સપોર્ટ

તુનિષા શર્માના આત્મહત્યા કેસમાં જ્યાં એક તરફ આખી ઈન્ડસ્ટ્રી શીજાન ખાનની વિરુદ્ધ થઈ ગઈ છે. ત્યારે ઉર્ફી જાવેદ એવી સેલિબ્રિટી છે જેણે ખુલ્લેઆમ શીજાન ખાનને ટેકો આપ્યો. ઉર્ફીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર તુનિષા શર્માના આત્મહત્યાના કેસ પર તેની પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે તે આ કેસમાં શીજાન ખાનને દોષિત માનતી નથી.

ઉર્ફી જાવેદે ઈન્સ્ટા સ્ટોરીમાં આ લખ્યુ

ઉર્ફી જાવેદે ઈન્સ્ટા સ્ટોરીમાં આ લખ્યુ

ઉર્ફી જાવેદે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં માત્ર શીઝાન ખાનને જ સમર્થન આપ્યું ન હતું પરંતુ તુનીશાના આત્મહત્યાના નિર્ણયની ખુલ્લેઆમ ટીકા પણ કરી હતી. તેમજ તેણે તે છોકરીઓને વિનંતી કરી જેઓ હાર્ટબ્રેકને કારણે આત્મહત્યા કરે છે. ઉર્ફી જાવેદ માને છે કે શીજાન આ બાબતમાં ખોટો છે. આવું કહેવું યોગ્ય નથી.

શીજાનને સંપૂર્ણપણે જવાબદાર ના ગણી શકીએ

શીજાનને સંપૂર્ણપણે જવાબદાર ના ગણી શકીએ

ઉર્ફી જાવેદ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખે છે કે, 'હા, શીજાન ખોટો હોઈ શકે છે, તેણે તુનીષાને છેતરી હોઈ શકે છે. પરંતુ આપણે તુનીશાના મૃત્યુ માટે શીજાનને સંપૂર્ણપણે દોષી ઠેરવી શકીએ નહીં. જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતુ જ ના હોય તો તમે તેને તમારી સાથે રહેવા દબાણ ના કરી શકો. હું બધી છોકરીઓને કહેવા માંગુ છું, કોઈ ના કરી શકે, હું ફરીથી કહેવા માંગુ છુ કે કોઈ તમારુ કિંમતી જીવન આપવુ યોગ્ય નથી.

સુસાઈડ કરનારી છોકરીઓને આપી આ સલાહ

સુસાઈડ કરનારી છોકરીઓને આપી આ સલાહ

ઉર્ફી જાવેદ પોતાની પોસ્ટમાં આગળ લખે છે કે, 'ક્યારેક એવુ લાગે છે કે દુનિયા ખતમ થઈ ગઈ છે પણ એવુ નથી. મારા પર વિશ્વાસ કરો, તમારી દુનિયા પૂરી થઈ નથી. એવા લોકો વિશે વિચારો જે તમને પ્રેમ કરે છે અને જીવનમાં તમારા પોતાના હીરો બનો. જો તમે આત્મહત્યા કરશો તો તમારી પીડા ક્યારેય સમાપ્ત થશે નહીં. તમારા પછી પરિવાર આ પીડા સહન કરે છે. તેમના વિશે આ પગલું ભરતા પહેલા એકવાર વિચાર કરો.' હાલમાં ઉર્ફી જાવેદની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.

શીજાન ખાનની થઈ રહી છે પૂછપરછ

શીજાન ખાનની થઈ રહી છે પૂછપરછ

24 ડિસેમ્બરે તુનિષા શર્માએ ટીવી સેટ પર મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની માહિતી મળતા જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ કેસમાં તુનીશાના પરિવારે શીજાન ખાન પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં શીજાન 4 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં છે અને તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X