ઉર્વશી રૌતેલાએ પૂછ્યુ - આખરે દિલની દવા શું છે?, યુઝર્સે કહ્યુ - ઋષભ પંત

આ વખતે ઉર્વશી રૌતેલા ફરી એકવાર ઋષભ પંતના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા પર કોલ્ડવૉર ચાલી રહ્યુ છે. આ યુદ્ધ એટલુ વધી ગયુ છે કે જ્યારે પણ ઉર્વશી રૌતેલા ક્યાંક સ્પૉટ થાય કે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે ત્યારે ચાહકોના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે ઋષભ પંત. આ વખતે ઉર્વશી રૌતેલા ફરી એકવાર ઋષભ પંતના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી.

ઉર્વશી રૌતેલાએ શેર કર્યો બોલ્ડ ફોટો

ઉર્વશી રૌતેલાએ શેર કર્યો બોલ્ડ ફોટો

ઉર્વશી રૌતેલાએ હાલમાં તેના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આમાં તે ડીપ નેક ડ્રેસમાં પોઝ આપતી જોઈ શકાય છે. તેણે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ગોગલ્સ પણ પહેર્યા છે. આ ઉપરાંત તેને બ્લેક કલરની કેપ પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે.

ઉર્વશીએ વર્ણવી દિલની હાલત

ઉર્વશીએ વર્ણવી દિલની હાલત

ઉર્વશી રૌતેલાની આ હૉટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કુલ 3 ફોટો પોસ્ટ કર્યા છે. આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શન પર લખ્યુ, 'દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ, આખિર ઈસ દર્દ કી દવા ક્યા હે.' અભિનેત્રીએ આ પોસ્ટ પર ઘણા લોકોને ટેગ કર્યા છે. પરંતુ ફોટો પરના કેપ્શનને કારણે અભિનેત્રી ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.

યુઝર્સે ઉડાવી મજાક

યુઝર્સે ઉડાવી મજાક

ઉર્વશી રૌતેલાની આ તસવીરો પર તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, 'ખૂબ સુંદર'. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યુ, 'ઋષભ પંત આ દર્દની દવા છે'. એક યુઝરે લખ્યુ કે, 'ઋષભ પંત દવા આપી દે ભાઈ.'

કેવી રીતે શરુ થયુ ઉર્વશી-ઋષભનુ કોલ્ડ વૉર

કેવી રીતે શરુ થયુ ઉર્વશી-ઋષભનુ કોલ્ડ વૉર

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે ઋષભ પંત તેને મળવા માટે હોટલની લૉબીમાં આખી રાત રાહ જોતો હતો. જેના જવાબમાં ઋષભ પંતે ઉર્વશી રૌતેલા પર નિશાન સાધતા કહ્યુ કે 'કેટલાક લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરે છે'. જો કે, ઉર્વશી રૌતેલાએ બાદમાં તેની માફી માંગી હતી ત્યારબાદ બંનેએ આ વિવાદ પર મૌન સેવ્યુ હતુ.

ઉર્વશી રૌતેલાનુ વર્કફ્રન્ટ

ઉર્વશી રૌતેલાનુ વર્કફ્રન્ટ

ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ગ્રે, બ્લેક રોઝમાં જોવા મળશે. આ પહેલા તે હિન્દી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયામાં જોવા મળી હતી. અભિનેત્રી છેલ્લી વખત ફિલ્મ ધ લિજેન્ડમાં જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં જ અભિનેત્રી ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X