Sexy દીપિકા હવે Hot વરુણ સાથે કરશે Romance : જુઓ તસવીરો

મુંબઈ, 27 ડિસેમ્બર : બૉલીવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક ડેવિડ ધવનના દીકરા અને અભિનેતા વરુણ ધવને બહુ ઓછા સમયમાં લોકોના દિલોમાં સ્થાન મેળવી લીધું છે. તેમની પાસે નામચીન નિર્માતા-દિગ્દર્શકોની ફિલ્મો છે અને તેમાંની એક ફિલ્મ છે હોમી અડજાણિયાની પણ.

તાજેતરમાં ફાઇંડિંગ ફૅની જેવી શાનદાર ફિલ્મ આપનાર હોમી અડજાણિયા હવે સફળ હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સની બૉલીવુડ રીમેક બનાવવા જઈ રહ્યાં છે. ફિલ્મનું નામ હજી નક્કી નથી થયું, પણ હોમીએ આ ફિલ્મ માટે પોતાની ફૅવરિટ હીરોઇન દીપિકા પાદુકોણેને ફરી એક વાર કાસ્ટ કરી છે અને આ સાથે જ મૈં તેરા હીરો ફૅમ વરુણ ધવનનો ભાગ્ય પણ ચમકી ગયો છે. હોમીએ આ ફિલ્મ માટે દીપિકાના હીરો તરીકે વરુણની પસંદગી કરી છે. દીપિકા અને હોમીની આ ત્રીજી ફિલ્મ હશે. બંને કૉકટેલ તથા ફાઇંડિંગ ફૅની જેવી બે સફળ ફિલ્મો સાથે કરી ચુક્યાં છે. ફાઇંડિંગ ફૅનીના નિર્માતા દિનેશ વિજાન જ હોમીની આ ફિલ્મને પણ પ્રસ્તુત કરશે. ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં શૂટિંગ ફ્લોર પર આવશે.

નોંધનીય છે કે વરુણ ધવને પોતાની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના પ્રમોશન દરમિયાન કહ્યુ હતું કે તેઓ એક દિવસ દીપિકા પાદુકોણે સાથે કામ કરવા માંગે છે, કારણ કે તેમને દીપિકા બહુ પસંદ છે અને હોમીની આગામી ફિલ્મ દ્વારા વરુણની ઇચ્છા પૂર્ણ થઈ જશે.

ચાલો હાલ તો આપને બતાવીએ દીપિકા પાદુકોણેના ઑન-સ્ક્રીન હીરો :

શાહરુખ નંબર 1

શાહરુખ નંબર 1

દીપિકા પાદુકોણે બૉલીવુડમાં શરુઆત ઓમ શાંતિ ઓમ ફિલ્મ સાથે કરી હતી અને પ્રથમ જોડી શાહરુખ ખાન સાથે બનાવી હતી. આ ફિલ્મ હિટ રહી અને આ જોડી પણ હિટ રહી હતી.

રણબીર નંબર 2

રણબીર નંબર 2

દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર વચ્ચે અફૅર એક સમયે હૉટ મુદ્દો હતો અને આ જોડીની પ્રથમ ફિલ્મ બચના ઐ હસીનોં હતી. પહેલી જ ફિલ્મમાં આ જોડી લોકોના મનમાં વસી ગઈ હતી.

અક્ષય નંબર 3

અક્ષય નંબર 3

બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે દીપિકાએ પ્રથમ ફિલ્મ ચાંદની ચૌક ટૂ ચાઇના કરી. ફિલ્મ બહુ સારી નહોતી ચાલી અને કદાચ આ જોડી પણ લોકોને આટલી ગમી નહીં.

સૈફ નંબર 4

સૈફ નંબર 4

બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે દીપિકાએ પહેલી વાર લવ આજ કલ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરી અને આ ફિલ્મ તથા જોડી સફળ રહી હતી.

નીલ નંબર 5

નીલ નંબર 5

બૉલીવુડમાં સંઘર્ષ કરતાં નીલ નિતિન મુકેશે પહેલી વાર દીપિકા સાથે લફંગે પરિંદે ફિલ્મમાં જોડી બનાવી, પણ આ ફિલ્મ દ્વારા દીપિકાની લોકપ્રિયતાનો ફાયદો નીલ ન ઉઠાવી શક્યાં.

અક્ષય સાથે બીજી ફિલ્મ

અક્ષય સાથે બીજી ફિલ્મ

કૉમેડી ફિલ્મ હાઉસફુલ સુપર હિટ રહી હતી અને દીપિકા-અક્ષયની આ બીજી ફિલ્મ હતી. બંનેની જોડી વખણાઈ હતી.

અભિષેક નંબર 6

અભિષેક નંબર 6

દીપિકાએ પહેલી વાર અભિષેક બચ્ચન સાથે જોડી બનાવી ખેલેં હમ જી જાન સે ફિલ્મમાં, પણ આ ફિલ્મ ખાસ નોંધનીય ન રહી.

ફરહાન નંબર 7

ફરહાન નંબર 7

દીપિકાએ પહેલી વાર ફરહાન અખ્તર સાથે ફિલ્મ કાર્તિક કૉલિંગ કાર્તિકમાં કામ કર્યું. આ ફિલ્મ સરેરાશ રહી, પરંતુ બંનેની જોડી પસંદ કરવામાં આવી.

ઇમરાન નંબર 8

ઇમરાન નંબર 8

બ્રેક કે બાદ ફિલ્મમાં દીપિકાના જોડીદાર હતાં ઇમરાન ખાન. આ ફિલ્મ પણ સરેરાશ રહી હતી.

જ્હૉન નંબર 9

જ્હૉન નંબર 9

દેસી બૉય્ઝ ફિલ્મમાં દીપિકા અને જ્હૉન અબ્રાહમની જોડી હતી. આ ફિલ્મ અને આ જોડી બંને પસંદ કરવામાં આવી હતી.

સૈફ સાથે બીજી ફિલ્મ

સૈફ સાથે બીજી ફિલ્મ

સૈફ અને દીપિકાની આ બીજી ફિલ્મ હતી આરક્ષણ. ફિલ્મ જોકે રોમાંસ પ્રધાન નહોતી, પરંતુ સૈફ-દીપિકાની જોડી પસંદ કરવામાં આવી હતી.

સૈફ સાથે ત્રીજી ફિલ્મ

સૈફ સાથે ત્રીજી ફિલ્મ

સૈફ-દીપિકાની ફિલ્મ કૉકટેલ સુપર હિટ રહી હતી. આ સાથે જ દીપિકા અને સૈફની જોડી બૉલીવુડમાં જમાવટ કરી ગઈ.

સૈફ સાથે ચોથી ફિલ્મ

સૈફ સાથે ચોથી ફિલ્મ

કૉકટેલ જેવી સફળ ફિલ્મ બાદ સૈફ-દીપિકા પુનઃ રેસ 2 ફિલ્મમાં દેખાયાં. દીપિકા પાદુકોણેની સૈફ સાથે આ ફિલ્મ સુપર હિટ રહી અને બંનેની જોડી વધુ મજબૂત બની ગઈ.

રણબીર સાથે બીજી ફિલ્મ

રણબીર સાથે બીજી ફિલ્મ

બચના ઐ હસીનોં બાદ અફૅરની ચર્ચાના પગલે રણબીર-દીપિકા સ્ક્રીન બીજી વાર સાથે નહીં દેખાયાં, પરંતુ અયાન મુખર્જી યે જવાની હૈ દીવાની દ્વારા બંનેને એક સાથે લાવ્યાં અને આ ફિલ્મ સુપરહિટ રહી. રેસ 2 બાદ દીપિકાની આ બીજી હિટ ફિલ્મ હતી, તો રણબીર-દીપિકાની જોડી પણ ખૂબ વખણાઈ.

શાહરુખ સાથે બીજી ફિલ્મ

શાહરુખ સાથે બીજી ફિલ્મ

શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકાએ પુનઃ એક વાર ચેન્નઈ એક્સપ્રેસમાં તેમની સાથે જોડી બનાવી અને ફિલ્મે અગાઉના તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.

રણવીર નંબર 10

રણવીર નંબર 10

હવે દીપિકા પાદુકોણે આવી રહ્યાં છે રણવીર સિંહ સાથે ફિલ્મ રામલીલામાં. જોકે રણવીર-દીપિકાની કેમેસ્ટ્રીની સરખામણી દીપિકાના અન્ય જોડીદારો સાથે નહીં, પણ રણબીર કપૂર સાથે કરવામાં આવી રહી છે. જોઇએ રણવીર-દીપિકા વર્સિસ રણબીર-દીપિકામાંથી કોણ બાજી મારે છે?

અર્જુન નંબર 11

અર્જુન નંબર 11

દીપિકા પાદુકોણેના 11મા હીરો હતાં અર્જુન કપૂર. આ જોડી તાજેતરમાં જ રિલીઝ થયેલી ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં દેખાઈ હતી.

શાહરુખ સાથે ત્રીજી ફિલ્મ

શાહરુખ સાથે ત્રીજી ફિલ્મ

દીપિકાની આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર છે કે જે ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ દીપિકાની શાહરુખ સાથે ત્રીજી ફિલ્મ હશે.

રણબીર સાથે ત્રીજી ફિલ્મ

રણબીર સાથે ત્રીજી ફિલ્મ

દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મોમાં તમાશાનો પણ સમાવેશ થાય છે કે જેમાં તેમના હીરો ત્રીજી વાર રણબીર કપૂર છે.

જિશુ સેનગુપ્તા નંબર 12

જિશુ સેનગુપ્તા નંબર 12

દીપિકા પાદુકોણેના હીરો બનવાની તક જિશુ સેનગુપ્તાને પણ મળી છે. દીપિકા તેમની સાથે પીકુ ફિલ્મમાં દેખાવાનાં છે.

વરુણ નંબર 13

વરુણ નંબર 13

વરુણ ધવન દીપિકા પાદુકોણેના 13મા હીરો હશે કે જેઓ હોમી અડજાણિયાની આગામી ફિલ્મમાં કાસ્ટ કરાયાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X