રાઘવનની આગામી ફિલ્મમાં વરુણ ધવન
મુંબઈ, 27 જૂન : એક હસીના થી અને જૉની ગદ્દાર જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર ફિલ્મ નિર્માતા શ્રીરામ રાઘવન અભિનેતા વરુણ ધવન માટે પુનઃ એક વાર કૅમેરા પાછળ નજરે પડશે. તેઓએ પોતાની આગામી ફિલ્મમાં વરુણ ધવનને ફાઇનલ કર્યાં છે.

ફિલ્મનું નામ હજી નક્કી નથી કરાયું. ફિલ્મનું નિર્માણ સૈફ અલી ખાનની કમ્પની ઇલુમિનાતી ફિલ્મ્સ કરશે. રાઘવને આ અંગેની પુષ્ટિ કરતાં જણાવ્યું - મારી આગામી ફિલ્મ વરુણ ધવન સાથે હશે અને અમે આવતા વર્ષની શરુઆતમાં તેનું શૂટિંગ કરીશું. તેનું નામ હજી નક્કી નથી થયું. જોકે રાઘવને ફિલ્મની થીમ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો.
તેમણે જણાવ્યું - તે અંગે અત્યારે કંઈ કહેવું ઉતાવળિયું ગણાશે. હું હજી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. જોઇએ કઈ રીતનું આયોજન થાય છે. જુલાઈના અંતે ફિલ્મની અભિનેત્રીની પસંદગી કરી લેવાશે અને ત્યારે જ અમે ફિલ્મ અંગે વધુ કંઇક જણાવી શકીશું.
ફિલ્મ નિર્માતા ડેવિડ ધવનના પુત્ર વરુણે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. આલિયા ભટ્ટ સાથેની આ ફિલ્મમાં વરુણના કામના વખાણ થયા હતાં.












Click it and Unblock the Notifications
