Video : વીણા મલિકે સેક્સ વર્કરોને વહેંચ્યાં કંડોમ
મુંબઈ, 22 મે : પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે અશ્લીલતાની તમામ હદો ઓળંગી દીધી છે. પોતાની ફલ્મો હિટ કરાવવા માટે એક બાજુ વીણા મલિક ફિલ્મોમાં ધડાધડ ઇંટીમેટ સીન્સ આપી રહ્યાં છે અને કપડાં ઉતારી રહ્યાં છે, તો બીજી બાજુ તેમણે ફિલ્મનું પ્રમોશન કરવા પણ એવા નુસ્ખા અપનાવ્યાં છે કે જે કદાચ તેમના સિવાય કોઈ ન કરી શકે.

વીણા મલિકની બહુચર્ચિત બૉલીવુડ ફિલ્મ ઝિંદગી 50 50 રિલીઝ થવાની છે. ફિલ્મમાં વીણાએ સેક્સ વર્કરનો રોલ કર્યો છે. ફિલ્મમાં પોતાના પાત્રને રીયલ ટચ આપવા માટે વીણા મલિકે મુંઈના રેડલાઇટ એરિયાના પણ ચક્કર લગાવ્યાં હતાં, પરંતુ હવે ફિલ્મનું પ્રમોશન કરવું છે, એટલે વીણા પુનઃ બદનામ શેરીઓમાં પહોંચી ગયાં. મુંબઈના ચર્ચિત કમાટીપુરા વિસ્તારમાં વીણા મલિક ફિલ્મના હીરો રાજન વર્મા સાથે પહોંચ્યાં અને સેક્સ વર્કરોને નિરોધ વહેંચ્યાં.
કપડાંના નામે ટુકડાં પહેરનાર વીણા મલિકે જણાવ્યું - કંડોમ તો સેક્સ વર્કરો માટે વરદાન કરતાં ઓછું નથી. તેમને આનો ઉપયોગ કરતા આવડવું જોઇએ. તેથી હું તેમને મફતમાં કંડોમ વહેંચી રહી છું. આ તો એક સારૂં કામ છે. આ જ બહાને ફિલ્મનું પ્રમોશન પણ થઈ રહ્યું છે. ઝિંદગી 50 50 ફિલ્મના દિગ્દર્શક રામ ગોપાલ વર્મા છે.
<center><iframe width="100%" height="417" src="http://www.youtube.com/embed/6EqNXrSCvh0" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
