For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ટ્રેજેડી કિંગ’ દિલીપ કુમારનું સ્વાસ્થ્ય લથડ્યું, સાયરાએ કહ્યું દૂઆ કરો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 સપ્ટેમ્બરઃ બૉલીવુડ અભિનેતા દિલીપ કુમારને હૃદય રોગનો હુમલો થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે, તેમનું સ્વાસ્થ્ય સ્થિર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ તકે દિલીપ કુમારના પત્ની સાયરા બાનુએ દિલીપ કુમારના ચાહકોને દૂઆઓ કરવા માટે જણાવ્યું છે.

દિલીપ કુમારને રવિવારે રાત્રે છાતીમાં દુખાવો થયો હતો, ત્યારબાદ પરિવારજનો તેમને મુંબઇ સ્થિત લીલાવતી હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલીપ કુમારની સારવાર કરી રહેલા ડોક્ટરોના પરિજનોએ જણાવ્યું કે, તેમને હાર્ટ એટેક થયો છે. દિલીપ કુમાર હું કોન્શસ છે, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી. તેમની ઉમર 90 વર્ષની આસપાસ છે, જેથી આવનારા 48થી 72 કલાક તેમના માટે ઘણા જ મહત્વના છે.

Dilip_Kumar
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘મુગલે આઝમ', ‘મધુમતી', ‘દેવદાસ' અને ‘ગંગા જમુના' જેવી શાનદાર ફિલ્મોમાં પોતાના યાદગાર અભિનય માટે જાણીતા દિલીપ કુમાર ગત ડિસેમ્બરમાં 90 વર્ષના થયા હતા.

દિલીપ કુમારનું મૂળ નામ મુહમ્મદ યુસૂફ ખાન છે. તેમનો જન્મ પેશાવરમાં 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેમણે છ દશકામાં 60 કરતા વધુ ફિલ્મોમાં કાર કર્યું. તેમને સર્વોત્તમ અભિનેતાનો પહેલો ફિલ્મફેર પુરસ્કાર 1954માં મળ્યો. આ શ્રેણીમાં તેઓ કુલ 8 વાર આ પુરસ્કાર જીતી ચૂક્યા છે, આ રેકોર્ડ શાહરૂખ ખાનના નામે પણ છે.

દિલીપ કુમારને 1991માં પદ્મભૂષણ અને 1994માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો. તેઓ 2000થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યાં હતા.

English summary
Veteran actor Dilip Kumar, 90 was hospitalised late on Sunday evening after he suffered from a heart attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X