નવા વર્ષના પહેલા જ દિવસે વિકી કૌશલ પર આવી મુસીબત, ગેરકાયદે નંબર પ્લેટ ઉપયોગ કરવા પર નોંધાઈ ફરિયાદ!
નવા વર્ષમાં પ્રવેશ કરતા જ નવા વિવાદ પણ સામે આવી રહ્યા છે. હાલમાં જ વિકી કૌશલ સાથે કંઈક એવુ થયુ છે.
મુંબઈઃ નવા વર્ષમાં પ્રવેશ કરતા જ નવા વિવાદ પણ સામે આવી રહ્યા છે. હાલમાં જ વિકી કૌશલ સાથે કંઈક એવુ થયુ છે. વાસ્તવમાં, તેમની સામે એક વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ દરમિયાન સારા અલી ખાન પણ વિકી કૌશલ સાથે હતા. વાસ્તવમાં હાલમાં જ ઈંદોર નિવાસી જયસિંહ યાદવે બૉલિવુડ અભિનેતા વિકી કૌશલ અને સારા અલી ખાનની એક ફિલ્મમાં પોતાની નંબર પ્લેટના ગેરકાયદે ઉપયોગ સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અભિનેતા દ્વારા પોતાના સહ-અભિનેતા સાથે બાઈક ચલાવવાના ફોટા ઑનલાઈન વાયરલ થયા બાદ કરવામાં આવી હતી.

ફરિયાદકર્તાની માંગ
એએનઆઈ સાથે વાત કરીને જય સિંહે કહ્યુ, 'ફિલ્મ સીક્વન્સમાં ઉપયોગ કરવામાં આવેલ વાહન નંબર મારો છે. ખબર નહિ ફિલ્મ યુનિટને આની માહિતી છે કે નહિ... આ ગેરકાયદે છે, મારી અનુમતિ વિના મારી નંબર પ્લેટનો ઉપયોગ ના કરી શકે. મે સ્ટેશન પર એક મેમોરેન્ડમ આપ્યુ છે. કેસમાં કાર્યવાહી કરવી જોઈએ.' ફરિયાદકર્તાના સવાલોના જવાબમાં ઈંદોરમા બાણગંગા વિસ્તારના સબ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર સોનીએ કહ્યુ, 'અમને ફરિયાદ મળી છે, અમે જોઈશુ કે શું નંબર પ્લેટનો ઉપયોગ ગેરકાયદે રીતે કરવામાં આવ્યો હતો.'

મોટર વ્હીકલ એક્ટ
મોટર વ્હીકલ એક્ટની જોગવાઈએ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો ફિલ્મનુ યુનિટ ઈંદોરમાં હોય તો અમે તેની તપાસ કરવાની કોશિશ કરીશુ. વિકી કૌશલ આ દરમિયાન સારા અલી ખાન સાથે પોતાની આવનારી ફિલ્મનુ શૂટિંગ કરી રહ્ય હતા અને ત્યારે તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વ્હીકલનો નંબર
આ વ્હીકલનો નંબર MP 09 UL 4872 છે. ત્યારબાદ આ નંબરના માલિકે તેમના પર ફરિયાદ નોંધાવી છે. જો કે આ વાતને લઈને મેકર્સ અને વિકી કૌશલ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. વિકી કૌશલે હાલમાં જ કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા છે અને હનીમૂન મનાવી બંને પોતાના કામ પર પાછા ફર્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
