Video વાયરલઃ અદાઓથી ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશને હવે વિકી કૌશલે કરી ઘાયલ
પ્રિયા પ્રકાશે પોતાના કો-એક્ટર વિકી કૌશલ સાથે એક વીડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
થોડા સમય પહેલા પ્રિયા પ્રકાશના એક વીડિયોએ ઈન્ટરનેટ પર બબાલ મચાવી દીધી હતી. આ વીડિયોમાં પ્રિયાની કાતિલ અદાઓ પર લોકો ફિદા થઈ ગયા હતા. વીડિયોમાં પ્રિયા તેની આંખોથી ગોળી મારીને હીરોને જાણે કે ઘાયલ કરી દે છે. આવો જ એક વીડિયો પ્રિયા પ્રકાશે પોતાના કો-એક્ટર વિકી કૌશલ સાથે બનાવ્યો છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સની શાનદાર પ્રતિક્રિયાઓ
વાસ્તવમાં વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રિયા સાથે કોઈ રેસ્ટોરાંમાં બેઠેલા જોવા મળી રહ્યા છે અને પ્રિયાના વીડિયોની જેમ તે પ્રિયાની એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લાઈક આવી ચૂક્યા છે. આ ઉપરાંત વીડિયો પર બંને ફેન્સની શાનદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
|
વિકી કૌશલ સાથે એક ઈવેન્ટ દરમિયાન બનાવ્યો
પ્રિયા એક મલયાલી એક્ટ્રેસ છે અને આ વીડિયો તેમણે વિકી કૌશલ સાથે એક ઈવેન્ટ દરમિયાન બનાવ્યો હતો. પ્રિયા ફિલ્મ ઉરીની સ્ક્રીનિંગ માટે મુંબઈ પહોંચી હતી. આ ઉપરાંત ત્યાં રણવીર સિંહને પણ મળ્યા. તમને જણાવી દઈએ કે પહેલા એ સમાચાર આવ્યા હતા કે પ્રિયા પ્રકાશ રણવીરની નવી ફિલ્મ સિંબામાં જોવા મળી શકે છે પરંતુ બાદમાં એ સમાચાર ખોટા નીકળ્યા. પ્રિયા પ્રકાશે હાલમાં એક તમિલ ફિલ્મ સાઈન કરી છે પરંતુ સમાચાર છે જે ટૂંક સમયમાં કોલીવુડડમાં ડેબ્યુ કરશે.

ટૂંક સમયમાં બોલિવુડની ફિલ્મોમાં જોવા મળી શકે
તમને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ થોડા સમય પહેલા ત્યારે ચર્ચાઓમાં આવી હતી જ્યારે એક વીડિયો સોંગમાં તેમની અદાઓ જોઈને લોકો તેમના ફેન થઈ ગયા હતા. પ્રિયા આ વીડિયો બાદથી દેશભરમાં લોકપ્રિય થઈ ગઈ અને હવે અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં બોલિવુડની ફિલ્મોમાં જોવા મળી શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
