Video : Oops મોમેન્ટનો શિકાર બનતા સહેજ માટે બચી ગઈ કિયારા અડવાણી, કાર્તિક આર્યનને ઈજ્જત બચાવી
બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કિયારા અડવાણી તેની નવી ફિલ્મ સત્યપ્રેમ કી કથાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ પ્રમોશન વચ્ચે કિયારા અડવાણી ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા સહેજ માટે રહી ગઈ હતી. અહીં કાર્તિક આર્યને તેની ઈજ્જત બચાવી હતી.
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ કહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિક તેની કો-સ્ટાર કિયારા અડવાણીને Oops મોમેન્ટથી બચાવવામાં મદદ કરી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા અડવાણી સ્ટેજ પર રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. આ દરમિયાન તે પોતાનો ડ્રેસ ઠીક કરી રહી છે અને અને કાર્તિક આર્યન તેની સામે ઉભો રહી જાય છે. જેથી કિયારા અડવાણી કેમેરામાં ન દેખાય.
કિયારાએ પોતાનો ડ્રેસ ઠીક કરતાં જ કાર્તિક આર્યન તેનાથી દૂર હટી જાય છે. આ પછી કિયારા પોઝ આપીને ફોટો ક્લિક કરાવવાનું શરૂ કરે છે. ફેન્સને કાર્તિક આર્યનની કેર પસંદ આવી રહી છે અને તેની પ્રસંશા કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા 29 જૂને સિનેમાઘરોમાં આવી ચુકી છે. આ એક રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ છે. બંને સ્ટાર્સે સત્યપ્રેમ કી કથા પહેલા ફિલ્મ ભૂલ ભુલૈયા 2માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે નવી ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સારી કમાણી કરી શકે છે.












Click it and Unblock the Notifications
