Video: મહેશ ભટ્ટે મનીષા રાનીને કરી Kiss? ગાલને પંપાળ્યા, લોકો ભડક્યા, કહ્યુ - ઠરકી બુઢ્ઢાથી છોકરીઓને...
Bigg Boss OTT: સલમાન ખાનનો શો બિગ બૉસ ઓટીટી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને એવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જે સમાચારમાં છવાયેલા છે. જો કે, જે ચર્ચા થઈ રહી છે તે વિવાદને કારણે પણ છે કારણ કે મહેશ ભટ્ટની એક હરકત પર લોકો ખૂબ જ ગુસ્સામાં છે અને તેમને સતત ટ્રોલ કરી રહ્યા છે.
તાજેતરમાં જ મહેશ ભટ્ટ તેમની પુત્રી પૂજા ભટ્ટને સપોર્ટ કરવા બિગ બૉસ ઓટીટી પહોંચ્યા હતા. આ દરમિયાન ફિલ્મમેકરે મનીષા રાની સાથે કંઈક એવું કર્યું જેનાથી લોકો ખૂબ જ અસહજ થઈ ગયા.

વીડિયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં મહેશ ભટ્ટ અને મનીષા રાની એકબીજાનુ અભિવાદન છે. મનીષા રાની જેવી મહેશ ભટ્ટને પગે લાગે છે, તેવુ જ મહેશ ભટ્ટ કહે છે, 'ક્યારેય મારુ આવુ અપમાન ના કરતી.' બાદમાં જ્યારે મનીષા પોતાનો ઉત્સાહ વ્યક્ત કરે છે અને કહે છે કે તે કેટલી ભાગ્યશાળી છે કે તેમને મળી શકી, તો મહેશ ભટ્ટ કહે છે કે, 'ચાલ મૌનથી વાત કરીએ.'
ત્યારબાદ મહેશ ભટ્ટ સતત કંઈક અલગ જ રીતે ઈમોશનલ થઈને મનીષા રાનીના વાળ અને ગાલને પંપાળતા રહે છે અને દૂરથી જ કિસ કરે છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ મહેશ ભટ્ટની ટીકા કરી અને મનીષ રાનીને અસ્વસ્થ બનાવવા બદલ તેમને જોરદાર ટ્રોલ કર્યા.
એકે લખ્યું છે, "અબે એ મનીષા છે મલાઈ ચાપ નહીં, ભૂખની જેમ જોઈ રહ્યો છે." જ્યારે બીજાએ તેમને "ઠરકી બુઢ્ઢો" પણ કહ્યા. એકે કહ્યું, "અમને તો આ જોઈને શરમ આવી રહી છે તોબા તોબા".
એકે લખ્યું, "ખૂબ ડરામણુ લાગી રહ્યુ છે. છોકરીઓને બચાવો, છોકરીઓને આ મહેશથી બચાવો." આ રીતે લોકો મહેશ ભટ્ટને ટ્રોલ કરી રહ્યા છે. હવે જોવાનુ એ છે કે મહેશ ભટ્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહિ.
Mahesh Bhatt interaction with Manisha Ranipic.twitter.com/37zCgN5JNc
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) August 1, 2023












Click it and Unblock the Notifications
