લગ્નની આ વિધિમાં ડરી ગઈ હતી મૌની રૉય, વારંવાર પૂછી રહી હતી - એક વાર બરાબર છે ને?

સામે આવેલા એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે મૌની એક બંગાળી લગ્નની રીત રસમોથી ડરી ગઈ છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી મૌની રૉયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે 27 જાન્યુઆરી, 2022ના રોજ અધિકૃત રીતે લગ્ન કરી લીધા છે. બંનેએ ગુરુવારે ગોવામાં પહેલા મલયાલી રીત-રિવાજથી અને બાદમાં રાતે બંગાળી રીત-રિવાજથી લગ્ન કર્યા છે. બિઝનેસમેન સૂરજ નાંબિયાર મલયાલી પરિવારથી છે જ્યારે મૌની રૉય બંગાળી છે. સોશિયલ મીડિયા પર મૌની રૉયના લગ્નના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સામે આવેલા એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે મૌની એક બંગાળી લગ્નની રીત રસમોથી ડરી ગઈ છે. તેને ડર છે કે કયાંક તે પડી ના જાય, માટે તે વારંવાર પોતાના દોસ્તો અને ભાઈઓને પૂછે છે કે શું એક વાર બરાબર નથી?

શુભો દ્રષ્ટિ રસમ દરમિયાન ડરી મૌની

શુભો દ્રષ્ટિ રસમ દરમિયાન ડરી મૌની

મૌની રૉયના બંગાળી લગ્નનો વીડિયો સામે આવ્યો છે. તેમાં એક વીડિયો શુભો દ્રષ્ટિ સમારંભનો પણ છે. આમાં લાલ રંગના વેડિંગ આઉટફિટમાં મૌની એક પીઢી પર બેઠી છે. મૌનીને પીઢી સહિત તેના ભાઈ અને દોસ્ત લગ્નના મંડપ અને જયમાલા માટે લઈ જતા દેખાઈ રહ્યા છે. મૌની રૉયને તેના ભાઈ અને દોસ્ત ત્રણે તરફથી પકડતા દેખાઈ રહ્યા છે. મૌની પોતાના બંને હાથમાં પાનનુ પત્તુ પકડેલી છે અને પોતાનો ચહેરો ઢાંકેલો છે. આ દરમિયાન મૌનીને ડર હતો કે તે ક્યાંક પડી ના જાય.

એક જ ફેરો બરાબર રહેશે ને...?

એક જ ફેરો બરાબર રહેશે ને...?

જો કે, એ વખતે બધા લોકો ઘણા ગભરાઈ ગયા જ્યારે મૌનીને લાગ્યુ કે પીઢીથી પડી જશે. તેના ભાઈઓ અને દોસ્તોએ તેને ભરોસો આપ્યો કે તે નહિ પડે પરંતુ ત્યારબાદ પણ મૌની મદદ માટે બીજા લોકોને બૂમો પાડતી સાંભળી શકાય છે. કેમેરા પાછળથી કોઈએ તેને આશ્વાસન આપ્યુ કે તે નહિ પડે પરંતુ મૌનીએ બધાને કહ્યુ કે મંડપની ચારે તરફ એક જ ફેરો પૂરતો છે. મૌની કહે છે, એક જ ફેરો ઠીક રહેશેને...? પરંતુ તેના દોસ્ત અને ભાઈ કહે છે એ બધા સાત ફેરા પૂરા કરશે.

મૌનીએ લગ્ન બાદ કર્યો પોતાના પ્રેમનો ઈઝહાર

મૌનીએ લગ્ન બાદ કર્યો પોતાના પ્રેમનો ઈઝહાર

મૌની અને સૂરજે ગુરુવારે બપોરે મલયાલી લગ્નના ફોટા શેર કર્યા. મૌનીએ ફોટા શેર કરીને લખ્યુ, 'છેવટે મે તેને શોધી લીધો. હાથમાં હાથ નાખીને, પરિવાર અને દોસ્તોના આશીર્વાદ સાથે અમે હવે પરિણીત છીએ! તમારા પ્રેમ અને આશીર્વાદની જરુર છે...27.01.22. લવ, સૂરજ અને મૌની.' સૂરજે ફોટા શેર કરીને લખ્યુ, '27.01.22 - મારી સૌથી સારી દોસ્ત અને મારા જીવનના પ્રેમ સાથે મે લગ્ન કર્યા. હું સૌથી ભાગ્યશાળી અનુભવી રહ્યો છુ.' મૌનીએ ક્યારેય પણ સૂરજને સાર્વજનિક રીતે ડેટ કરવાની પુષ્ટિ નથી કરી. તેણે ગુરુવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પહેલી વાર પોતાના લગ્નની ઉજવણીના ફોટા શેર કર્યા. તેણે તેને પોતાના સર્વસ્વ કહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X