Video: 'કંઈક તો શરમ કર', બિકિની પહેરીને સ્વીમિંગ પુલમાં ભાઈ સાથે મસ્તી કરી રહી હતી સારા, થઈ ટ્રોલ

સોશિયલ મીડિયા પર સારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વીમિંગ પુલમાં જોવા મળી રહી છે પરંતુ તેના ઘણા બધા ટીકાકારોને આ વાત ગમી નથી.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન હાલમાં જ અક્ષય કુમાર અને ધનુષ સાથે અતરંગી રે ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં કોરોના મહામારીના કારણે ફિલ્મોનુ શૂટિંગ ધીમુ પડી ગયુ છે જેના કારણે સારા પોતાની ફેમિલીને ટાઈમ આપી રહી છે. હવે સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વીમિંગ પુલમાં જોવા મળી રહી છે પરંતુ તેના ઘણા બધા ટીકાકારોને આ વાત ગમી નથી. જેના કારણે તેમણે સારાને ટ્રોલ કરવાનુ શરુ કરી દીધુ છે.(વીડિયો નીચે)

1 મિલિયનથી વધુ વ્યૂઝ

1 મિલિયનથી વધુ વ્યૂઝ

વાસ્તવમાં instantbollywoodમાં પોતાના ઈન્સ્ટાપેજ પર સારાએ એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં સારા અલી ખાન પોતાના ભાઈ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સારા બિકિનીમાં ફ્લોટિંગ સ્વિમિંગ રિંગ પર છે જ્યારે ઈબ્રાહીમ અલી ખાન તેના પર પાણી ફેંકે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થયો જેના પર એક મિલિયનથી વધુ વ્યૂઝ આવી ગયા.

લોકોએ કરી ગંદી કમેન્ટ

લોકોએ કરી ગંદી કમેન્ટ

અમુક લોકોને સારાનુ ભાઈ સામે બિકિની પહેરવાનુ ગમ્યુ નહિ. ગિલાની નામના વ્યક્તિએ કમેન્ટ કરીને લખ્યુ કે પોતાના ભાઈ સાથે આટલી બેશર્મ, કેવી મુસ્લિમ છે આ. વળી, બીજા યુઝરે લખ્યુ કે કઈ બહેન પોતાના ભાઈ સાથે બિકિની પહેરીને નહાય છે. જો કે ઘણા લોકોએ તેનુ સમર્થન પણ કર્યુ છે. એક છોકરીએ લખ્યુ છે કે ભાઈ-બહેન હંમેશા આવી જ રીતે રહે છે.

પહેલા થઈ ચૂકી છે ટ્રોલ

પહેલા થઈ ચૂકી છે ટ્રોલ

બે વર્ષ પહેલા સારા પોતાની મા અને ભાઈ સાથે માલદીવ ગઈ હતી. ત્યાં તેણે બિકિની પહેરીને ભાઈ સાથે ફોટો ક્લિક કરાવ્યો. ત્યારબાદ ઈબ્રાહીમના બર્થડે પર તેને પોસ્ટ કરીને વિશ કર્યુ. આ દરમિયાન પણ સારાની ઘણી ટીકા થઈ હતી.

ટ્રોલિંગથી નથી પડતો ફરક

ટ્રોલિંગથી નથી પડતો ફરક

હાલમાં જ હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં સારાએ ક્રિટિસિઝમ પર ખુલીને વાત કરી હતી. એ દમિયાન તેણે કહ્યુ હતુ કે બાળપણથી મે ક્રિટિસિઝમ એન્જૉય કર્યુ છે. જો કોઈ મારી પ્રશંસા કરે તો ઠીક છે પરંતુ મે જીવનમાં અનુભવ્યુ છે કે જેટલી સીખ તમને ખુશ રહેવા અને સફળ થવાથી મળે છે તેનાથી અનેક ગણી વધુ હારવાથી મળે છે કારણકે જીવનમાં હાર જ તમને ઘણી મોટી વસ્તુઓ શીખવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X