Video: સલમાન ખાને પુષ્પા સ્ટાર રશ્મિકા મંદાના સાથે કર્યો સામી સામી પર ડાંસ

ગઈકાલે રાત્રે લોકમત મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડના મંચ પર બૉલિવુડ અને ટીવીના દરેક નાના-મોટા સ્ટાર હાજર રહ્યા હતા.

મુંબઈઃ ગઈકાલે રાત્રે લોકમત મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડના મંચ પર બૉલિવુડ અને ટીવીના દરેક નાના-મોટા સ્ટાર હાજર રહ્યા હતા અને આ સ્ટાર્સથી ભરેલી સાંજે રેડ કાર્પેટ પર ઘણા સ્ટાર્સે ચાહકોનુ ધ્યાન ખેંચ્યુ હતુ. પરંતુ ચાહકોને આ ઇવેન્ટની અસલી મજા ત્યારે મળી જ્યારે સલમાન ખાન સ્ટેજ પર આવ્યો. મનીષ પૉલ આ શોને હોસ્ટ કરી રહ્યો હતો.

રશ્મિકા સાથે કર્યો ડાંસ

રશ્મિકા સાથે કર્યો ડાંસ

સલમાન ખાન કદાચ રશ્મિકા મંદાનાને અવોર્ડ આપવા આવ્યો હતો પરંતુ સ્ટેજ પર પુષ્પા સ્ટાર હોય અને તેની સાથે ફિલ્મના ગીત પર ડાંસ ના થાય એવુ કેવી રીતે બની શકે. લોકમત મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડની આ સાંજે સલમાન ખાને રશ્મિકા સાથે ડાંસ કરીને ઇન્ટરનેટ પર સુનામી લાવી દીધી.

સામી સામી પર થિરક્યા સલમાન-રશ્મિકા

સલમાન ખાન રશ્મિકા મંદાના સાથે તેના ગીત સામી સામી પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે તેલુગુ ફિલ્મ પુષ્પા ધ રાઇઝનુ આ ગીત આ વર્ષના ચાર્ટબસ્ટર્સમાંનુ એક છે. આ ગીત તેલુગુમાં જેટલુ લોકપ્રિય થયુ તેનું હિન્દી વર્ઝન પણ એટલુ જ પ્રખ્યાત છે. હિંદી ગીતના બોલ કંઈક આવા છે- તુ જાનુ વાનુ જો કહેતા હૈ, બીવી તેરી હું લગતા હૈ સામી. હિન્દીમાં આ ગીતને સુનિધિ ચૌહાણે અવાજ આપ્યો છે.

વર્ષના સૌથી ચર્ચિત ગીતોમાંનુ એક

વર્ષના સૌથી ચર્ચિત ગીતોમાંનુ એક

આ ગીત પર રશ્મિકા મંદાનાનો ડાન્સ આ વર્ષના સૌથી ચર્ચિત ગીતોમાંથી એક છે. નોંધપાત્ર રીતે પુષ્પા ધ રાઇઝ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મની સિક્વલની શરૂઆત થઈ ગઈ છે. સામી સામી પર રશ્મિકા મંદાના સાથે સલમાન ખાનનો ફની ડાન્સ વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X