• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 Controversies : વિદ્યા બાલન પાછળ Crazy થયા હતાં શાહિદ, સૈફ અને જ્હૉન!

|

મુંબઈ, 11 સપ્ટેમ્બર : વિદ્યા બાલન હાલમાં બૉલીવુડના ફાઇનેસ્ટ અભિનેત્રીઓમાંના એક છે. તેઓ એવા અભિનેત્રી છે કે જેમણે વિવિધ પ્રકારના રોલ કર્યા છે કે જેના લીધે તેઓનું નામ હિટ લિસ્ટમાં જોડાયેલુ રહ્યું છે. પરિણીતા ફિલ્મમાં બોંગ પાડોશીથી લઈ હે બૅબી ફિલ્મમાં સ્વતંત્ર માતા તરીકેના રોલ વિદ્યાએ ફુલ પરફેક્શન સાથે ભજવ્યા છે.

ભલે વિદ્યા બાલનની ધ ડર્ટી પિક્ચર બાદ આવેલી શાદી કે સાઇડ ઇફેક્ટ્સ અને બૉબી જાસૂસ જેવી ફિલ્મો સુપર હિટ નથી થઈ, પણ તમામ ફિલ્મોમાં તેમના અભિનયની ક્યાંય ટીકા કરવામાં આવી નથી. વિદ્યા બાલન હાલમાં બૉલીવુડના સુપર-હીરોઇન છે, પરંતુ કહે છે ને કે પ્રસિદ્ધિ પોતાની સાથે સાઇડ ઇફેક્ટ્સ પણ લઈને આવે છે. કદાચ એટલે જ વિદ્યા બાલન ઘણી વખત વિવાદોમાં સપડાતા રહ્યા છે. દાખલા તરીકે, થોડાક મહીના અગાઉ તેઓની સગર્ભા હોવાની અટકળો ચાલી હતી, કારણ કે વિદ્યા ચુસ્ત કપડા પહેરતા થયા હતાં અને અમુક રોલ ફગાવી દીધા હતાં.

તેવી જ રીતે વિદ્યાની એક્ટિંગ સ્કિલની પ્રશંસાની સાથે-સાથે તેમનુ વધુ પડતુ વજન ટીકાનું કારણ પણ બને છે. છેલ્લે બૉબી જાસૂસમાં વિવિધ પ્રકારના બાર અવતારમાં દેખાયેલા વિદ્યા બાલને યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે 2012માં લગ્ન કર્યા હતાં અને તાજેતરમાં જ વિદ્યા-સિદ્ધાર્થ વચ્ચે ખટરાગના સમાચારો પણ વહેતા થયા હતાં.

ચાલો તસવીરો સાથે બતાવીએ વિદ્યા બાલનના જાણીતા વિવાદો :

શાહિદ કપૂર

શાહિદ કપૂર

વિદ્યા બાલનની આ એક મોસ્ટ પૉલ્યુલર કંટ્રોવર્સી હતી. વિદ્યા એક સમયે શાહિદ કપૂરના ગર્લફ્રેન્ડ તરીકે ચર્ચાતા હતાં. પાછળથી ખુલાસો થયો કે વિદ્યા શાહિદના ખૂબ જ ઘનિષ્ઠ મિત્ર હતાં. કરીના કપૂર સાથે બ્રેક-અપ બાદ ભાંગી પડેલા શાહિદની વિદ્યાએ ઇમોશનલી હેલ્પ કરી હતી.

ધ ડર્ટી પિક્ચર

ધ ડર્ટી પિક્ચર

આ વધુ એક ફૅમસ કંટ્રોવર્સી હતી વિદ્યાની. વિદ્યાએ ધ ડર્ટી પિક્ચર ફિલ્મમાં સાઉથની અભિનેત્રી સિલ્ક સ્મિતાનો રોલ કર્યો હતો અને તેથી જ વિદ્યા કાનૂની કેસમાં ફસાઈ ગયા હતાં. ધ ડર્ટી પિક્ચર રિલીઝ થયા બાદ હૈદરાબાદ સહિત સાઉથના કેટલાક શહેરોમાં તેનો જોરદાર વિરોધ થયો હતો. ફિલ્મ રિલીઝ થતા પહેલા સિલ્ક સ્મિતાના ભાઈ વી. નાગા પ્રસાદ રાવે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં ફિલ્મમાં તેમની બહેનનું ચિત્રણ કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

પરિણીતા ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન સાથે બૉલીવુડ ડેબ્યુ કરનાર વિદ્યાનું નામ સૈફ સાથે પણ જોડાયુ હતું.

વજનનો મુદ્દો

વજનનો મુદ્દો

વિદ્યા બાલન વધુ વજનના કારણે પણ ઘણી વખત ટીકાઓનો ભોગ બને છે. વિદ્યા વેસ્ટર્ન કપડાં પહેરી આવી ટીકાઓને વધુ આમંત્રણ આપે છે.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

બિપાશા બાસુ સાથે બ્રેક-અપ બાદ જ્હૉન અબ્રાહમનું નામ વિદ્યા સાથે લિંક્ડ થયુ હતું. સલામ એ ઇશ્કમાં વિદ્યા-જ્હૉનની હૉટ કેમિસ્ટ્રી જોવા મળી હતી. એવી અટકળો ચાલી હતી કે સિંગલ જ્હૉન કર્વી અને ગોર્જિયસ બ્યુટી વિદ્યા ઉપર લટ્ટૂ થઈ ગયા હતાં.

ડ્રેસિંગ સેન્સ

ડ્રેસિંગ સેન્સ

વિદ્યા બાલન પોતાના સૅર્ટોરિયલ ડ્રેસિંગ સેન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. વિદ્યા સાડીમાં બેસ્ટ દેખાય છે અને રેખાના પદચિહ્નો પર ચાલતા જણાય છે. જોકે વિદ્યા 2013માં કૅન્સ ફેસ્ટિવલ ડેબ્યુ દરમિયાન ઘણી ટીકાઓનો ભોગ બન્યા હતાં. કૅન્સમાં ટીકાઓ તથા વિવાદ વકરતા વિદ્યાએ પોતાના ફૅવરિટ ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીને છુટા કરી દીધા હતાં.

પ્રેગ્નંસી

પ્રેગ્નંસી

2012માં સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા બાદથી વિદ્યા બાલન સગર્ભા હોવા અંગેની અટકળો સમયાંતરે ઉઠતી રહે છે. એવા પણ સમાચારો આવ્યા હતાં કે વિદ્યા બાલન હૉસ્પિટલના ચક્કર લગાવી રહ્યા છે.

ખટરાગ

ખટરાગ

થોડાક સમય અગાઉ વિદ્યા-સિદ્ધાર્થ વચ્ચે ખટરાગના સમાચારો વહેતા થયા હતાં. આ અંગે પણ ઘણા વિવાદો ઊભા થયા હતાં. જોકે હાલ તો બંને સાથે જ છે.

બીચ પર હસીનાઓ જોવા નીચેની લિંક ક્લિક કરો

બીચ પર હસીનાઓ જોવા નીચેની લિંક ક્લિક કરો

Beach પર મસ્તી કરતી સાઉથની હસીનાઓને જોઈ ઉડી જશે તમારા હોશ!

English summary
Vidya Balan may be the super-heroine of Bollywood, but fame comes with its own side effects. Vidya Balan has been involved in some of the controversies.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more