Happy B'day : ફિલ્મો ભલે ફ્લૉપ જાય, વિદ્યા સદાય હિટ!

મુંબઈ, 1 જાન્યુઆરી : આજે ચારે બાજુ લોકો એક-બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. સૌ કોઈ એક બીજાને હૅપ્પી ન્યુ ઈયર કહી રહ્યાં છે, તો વિદ્યા બાલનને તેમના નજીકના લોકો હૅપ્પી ન્યુ ઈયર સાથે હૅપ્પી બર્થ ડે પણ વિશ કરી રહ્યાં છે, કારણ કે ન્યુ ઈયર સાથે જ આજે વિદ્યાનો 36મો જન્મ દિવસ પણ છે.

વિદ્યા બાલન બૉલીવુડના એક એવા અભિનેત્રી છે કે જેમણે પોતાના અભિનય કૌશલ્ય દ્વારા ઘણુ બધુ સાબિત કર્યું છે. કહાનીથી લઈ ધ ડર્ટી પિક્ચર સુધી વિદ્યાએ દરેક ક્ષેત્રે પોતાની કાબેલિયત સાબિત કરી છે અને એટલે જ આજની પરિસ્થિતિ એવી છે કે ફિલ્મો ભલે ફ્લૉપ જાય, પણ વિદ્યા બાલન હમેશા હિટ જ રહે છે.

વિદ્યા બાલને વર્ષ 2012માં સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા બાદ 2013માં તેમની એકમાત્ર ફિલ્મ ઘનચક્કર આવી, પરંતુ તેની અવદશા થઈ. ઇમરાન હાશમી સાથેની ફિલ્મ ઘનચક્કર બૉક્સ ઑફિસે ફ્લૉપ નિવડી, પણ વિદ્યાના કૅરિયર ઉપર કંઈ અસર ન થઈ અને આજે પણ વિદ્યા બાલન બૉલીવુડના સક્રિય અભિનેત્રી છે. એટલે જ તો તેમની પાસે આજે પણ ફિલ્મોની કમી નથી.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

36મો જન્મ દિવસ

36મો જન્મ દિવસ

બૉલીવુડમાં ડર્ટી ગર્લ તરીકે જાણીતા વિદ્યા બાલન આજે 36મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે.

શ્રેષ્ઠ અભિનય કૌશલ્ય

શ્રેષ્ઠ અભિનય કૌશલ્ય

વિદ્યા બાલને કહાની અને ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મો દ્વારા પોતાના શ્રેષ્ઠ અભિનય કૌશલ્યને સાબિત કરી આપ્યું છે.

એસઆરકે સાથે લગ્ન

એસઆરકે સાથે લગ્ન

વિદ્યા બાલને વર્ષ 2012માં એસઆરકે એટલે કે શાહરુખ ખાન નહીં, પણ યૂટીવી મોશનના સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરી લીધાં. કૅરિયરના ટોચે હોવા છતાં વિદ્યાએ સમયસર લગ્નને પ્રાથમિકતા આપી.

ઘનચક્કર ફ્લૉપ

ઘનચક્કર ફ્લૉપ

લગ્ન બાદ વિદ્યા બાલનની એકમાત્ર ફિલ્મ ઘનચક્કર આવી કે જે સુપર ફ્લૉપ સાબિત થઈ.

વિદ્યા સદાયના હિટ

વિદ્યા સદાયના હિટ

ફિલ્મો ભલે ફ્લૉપ જાય, પણ વિદ્યા બાલન બૉલીવુડમાં સદાયના હિટ અને ફૅવરિટ રહેતા આવ્યાં છે.

બૉબી જાસૂસ

બૉબી જાસૂસ

વિદ્યા બાલન હાલમાં બૉબી જાસૂસ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે અને ફિલ્મના એક દૃશ્ય માટે તેમણે ભિખારણનો વેશ ધર્યો છે. તેઓ પડકારજનક ભૂમિકા માટે જાણીતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X