Happy B'day : ડર્ટી ગર્લ વિદ્યા નહીં, પદ્મશ્રી કહો ભાઈ...

મુંબઈ, 1 જાન્યુઆરી : આજે ચારે બાજુ લોકો એક-બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. સૌ કોઈ એક બીજાને હૅપ્પી ન્યુ ઈયર કહી રહ્યાં છે, તો વિદ્યા બાલનને તેમના નજીકના લોકો હૅપ્પી ન્યુ ઈયર સાથે હૅપ્પી બર્થ ડે પણ વિશ કરી રહ્યાં છે, કારણ કે ન્યુ ઈયર સાથે જ આજે વિદ્યાનો 37મો જન્મ દિવસ પણ છે.

વિદ્યા બાલન બૉલીવુડના એક એવા અભિનેત્રી છે કે જેમણે પોતાના અભિનય કૌશલ્ય દ્વારા ઘણુ બધુ સાબિત કર્યું છે. કહાનીથી લઈ ધ ડર્ટી પિક્ચર સુધી વિદ્યાએ દરેક ક્ષેત્રે પોતાની કાબેલિયત સાબિત કરી છે અને એટલે જ આજની પરિસ્થિતિ એવી છે કે ફિલ્મો ભલે ફ્લૉપ જાય, પણ વિદ્યા બાલન હમેશા હિટ જ રહે છે.

37મો જન્મ દિવસ ઉજવતાં ડર્ટી ગર્લ ઑફ બૉલીવુડ વિદ્યા ચોક્કસપણે ફૉર્ટી તરફ અગ્રસર થઈ રહ્યાં છે, પરંતુ તેમનું ચાર્મ આજે પણ અકબંધ છે. એટલે જ તો વિદ્યા બાલન દરેક ફિલ્મ, દરેક ઇવેંટ અને દરેક પ્રસંગની શાન બની જાય છે. વર્ષ 2014 એમ તો ફિલ્મી કૅરિયરની બાબતમાં વિદ્યા બાલન માટે સારૂ નથી ગયું. આ વર્ષે તેમની એક જ ફિલ્મ બૉબી જાસૂસ રિલીઝ થઈ. ફિલ્મ ભલે ફ્લૉપ નિવડી, પરંતુ વિદ્યાના એક ડઝન કરતા વધુ લુક્સ, તેમનો શાનદાર અભિનય અને એક સ્ત્રી શક્તિ તરીકેનું તેમનું પાત્ર બધુ જ પ્રશંસનીય હતું.

વિદ્યા બાલને વર્ષ 2012માં સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ 2013માં તેમની એકમાત્ર ફિલ્મ ઘનચક્કર આવી, પરંતુ તેની અવદશા થઈ. ઇમરાન હાશમી સાથેની ફિલ્મ ઘનચક્કર બૉક્સ ઑફિસે ફ્લૉપ નિવડી. એટલુ જ નહીં, તે પછી આવેલી શાદી કે સાઇડ ઇફેક્ટ્સ પણ ખાસ કમાલ ન કરી શકી, પરંતુ વિદ્યાના કૅરિયર ઉપર કંઈ અસર ન થઈ અને આજે પણ વિદ્યા બાલન બૉલીવુડના સક્રિય અભિનેત્રી છે. એટલે જ તો તેમની પાસે આજે પણ ફિલ્મોની કમી નથી.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

37મો જન્મ દિવસ

37મો જન્મ દિવસ

બૉલીવુડમાં ડર્ટી ગર્લ તરીકે જાણીતા અને પદ્મશ્રી ઍવૉર્ડ વિજેતા વિદ્યા બાલન આજે 37મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે.

શ્રેષ્ઠ અભિનય કૌશલ્ય

શ્રેષ્ઠ અભિનય કૌશલ્ય

વિદ્યા બાલને કહાની અને ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મો દ્વારા પોતાના શ્રેષ્ઠ અભિનય કૌશલ્યને સાબિત કરી આપ્યું છે.

એસઆરકે સાથે લગ્ન

એસઆરકે સાથે લગ્ન

વિદ્યા બાલને વર્ષ 2012માં એસઆરકે એટલે કે શાહરુખ ખાન નહીં, પણ યૂટીવી મોશનના સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરી લીધાં. કૅરિયરના ટોચે હોવા છતાં વિદ્યાએ સમયસર લગ્નને પ્રાથમિકતા આપી.

લગ્નમાં ભંગાણની અટકળો

લગ્નમાં ભંગાણની અટકળો

આ વર્ષ વિદ્યા બાલનના લગ્ન જીવનમાં ભંગાણની અટકળોથી ભરેલુ રહ્યું. સમગ્ર વર્ષ દરમિયાન અનેક વખત અફવાઓ ઉડી કે વિદ્યા અને સિદ્ધાર્થ વચ્ચે બધુ સારૂ નથી ચાલી રહ્યું. જોકે આવી અફવાઓની ક્યાંયથી પણ પુષ્ટિ ન થઈ અને આજે પણ વિદ્યા-સિદ્ધાર્થ સાથે છે.

ડર્ટી ગર્લ નહીં, પદ્મશ્રી

ડર્ટી ગર્લ નહીં, પદ્મશ્રી

કહાની અને ધ ડર્ટી ગર્લ જેવી અનેક સારી ફિલ્મોમાં શાનદાર અભિનય કૌશલ્યનું પ્રદર્શન કરવા બદલ ભારત સરકારે માર્ચમાં વિદ્યા બાલનને પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માનિત કરી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિદ્યાને પદ્મશ્રી ઍવૉર્ડ આપ્યો.

ફિલ્મો ફ્લૉપ

ફિલ્મો ફ્લૉપ

એસઆરકે સાથે લગ્ન બાદ વિદ્યાની ગણી-ગાંઠી ફિલ્મો આવી, પરંતુ તમામ ફિલ્મો લગભગ ફ્લૉપ રહી. લગ્ન બાદ વિદ્યાની પહેલી ફિલ્મ ઘનચક્કર, બીજી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ તથા ત્રીજી ફિલ્મ બૉબી જાસૂસ આવી. ત્રણેય ફિલ્મો બૉક્સ ઑફિસે કોઈ ખાસ કમાલ ન કરી શકી.

વિદ્યા હિટ

વિદ્યા હિટ

વિદ્યા બાલનની ભલે સતત ત્રણ ફિલ્મો ફ્લૉપ નિવડી હોય, પણ વિદ્યા હિટ રહ્યા છે. આજે પણ તેમની પ્રતિભાના સૌ વખાણ કરે છે. બૉબી જાસૂસ ફિલ્મમાં તેમના અભિનયના ચારે બાજુ વખાણ થયાં. આ ફિલ્મ દ્વારા તેમણે ફરી એક વાર સ્ત્રી શક્તિને પ્રદર્શિત કરી.

હૅપ્પી બર્થ ડે

હૅપ્પી બર્થ ડે

વિદ્યા બાલનને વનઇંડિયા પરિવાર પણ જન્મ દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X