Poster Out : બૅંગ બૅંગમાં હૃતિક-કૅટની હૉટ કેમેસ્ટ્રી!
મુંબઈ, 1 જુલાઈ : હા જી, બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને બાર્બી ગર્લ કૅટરીના કૈફની ફિલ્મ બૅંગ બૅંગનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફૅન્સને આ ફિલ્મનો ખૂબ જ ઇંતેજાર છે.
છેલ્લે ઝિંદગી ના મિલેગી દોબારા જેવી સુપર હિટ ફિલ્મમાં દેખાયેલી હૃતિક-કૅટની જોડી બૅંગ બૅંગમાં ફરી પડદા ઉપર આવી રહી છે. ફિલ્મનું પોસ્ટર પોસ્ટર જોતાં સ્પષ્ટ છે કે ફિલ્મમાં હૃતિક અને કૅટરીના વચ્ચે હૉટ કેમેસ્ટ્રીની સાથે જ જોરદાર એક્શન પણ જોવા મળશે.
મળતી માહિતી મુજબ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે 'બૅંગ બૅંગમાં કેટલાક ધમાકેદાર દૃશ્યો નાંખ્યાં છે કે જે પહેલા ક્યારેય કોઈ બૉલીવુડ ફિલ્મ્સમાં જોવા મળ્યાં નથી. ફિલ્મમાં બિપાશા બાસુ, ડૅની અને જાવેદ જાફરી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2જી ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.
ચાલો જોઇએ બૅંગ બૅંગ ફિલ્મનો ફર્સ્ટ લુક અને બીજી તસવીરો :

હૉટ જોડી રિપીટ
ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મની હૉટ જોડી હૃતિક રોશન અને કૅટરીના કૈફ બૅંગ બૅંગ ફિલ્મમાં ફરીથી ચમકવા જઈ રહી છે.

પોસ્ટર આઉટ
બૅંગ બૅંગ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

હૉટ કેમેસ્ટ્રી
બૅંગ બૅંગના પોસ્ટરમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ વચ્ચે હૉટ કેમેસ્ટ્રી જણાઈ રહી છે.

ખતરનાક સ્ટંટ્સ
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે બૅંગ બૅંગ ફિલ્મમાં અનેક ધમાકેદાર દૃશ્યો ઉમેર્યાં છે.

નાઇટ એન્ડ ડેની રીમેક
બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે. હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ તથા કૅમરન ડિયાઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તો બૅંગ બૅંગનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે.

ઈજાના કારણે વિઘ્ન
થાઈલૅન્ડમાં બૅંગ બૅંગના શૂટિંગ દરમિયાન હૃતિક રોશનના માથામાં ઈજા પહોંચી હતી કે જેથી ફિલ્મનું શૂટિંગ રોકાઈ ગયુ હતું. પછી હૃતિક રોશને બ્રેન સર્જરી કરાવવી પડી હતી.

શિમલા-મનાલીમાં શૂટિંગ
બૅંગ બૅંગ ફિલ્મનું તાજેતરમાં જ શિમલા-મનાલીમાં શૂટિંગ થયું છે.

સિદ્ધાર્થ આનંદ
બૅંગ બૅંગ ફિલ્મનું નિર્માણ સલામ નમસ્તે, અંજાના-અંજાની, બચના ઐ હસીનો જેવી ફિલ્મોના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે.

ફૉક્સ સ્ટુડિયોનું નિર્માણ
ફિલ્મનું નિર્માણ ફૉક્સ સ્ટુડિયો કરી રહ્યો છે. ફિલ્મ માટે કૅટ-હૃતિકે ખાસ તાલીમ લીધી છે, કારણ કે ફિલ્મમાં બંનેના ઘણાં સ્ટંટ્સ જોવા મળવાના છે.












Click it and Unblock the Notifications
