For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેવટે વિરાટ-અનુષ્કાની દીકરીનો ચહેરો આવ્યો સામે, પપ્પાની કાર્બન કૉપી, મેચ પરથી Video Viral

છેવટે ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ફેન્સને તેમની દીકરી વામિકાનો ચહેરો જોવા મળી જ ગયો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ છેવટે ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ફેન્સને તેમની દીકરી વામિકાનો ચહેરો જોવા મળી જ ગયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રવિવારે(23 જાન્યુઆરી)ના રોજ રમાયેલ ત્રીજી વનડેમાં વામિકા કોહલીની ઝલક જોવા મળી. મેચ દરમિયાન મા અનુષ્કા શર્માના ખોળામાં તે પપ્પા વિરાટ કોહલીને મેદાનમાં ક્રિકેટ રમતા જોઈને ખુશ થઈ રહી હતી. આ દરમિયાન વામિકાનો ચહેરો કેમેરામાં કેદ થયો. ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ લાંબો હતો માટે અનુષ્કા અને વામિકા બંને વિરાટ સાથે ગયા હતા. વામિકાનો વીડિયો અને ફોટો બંને સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

કોહલી જેવી લાગે છે વામિકા

કોહલી જેવી લાગે છે વામિકા

વિરાટ અને અનુષ્કાની દીકરીનો ટ્વિટર પર હવે સ્પષ્ટ ફોટો સામે આવ્યો છે. જેને જોઈન સહુ કોઈ કહી રહ્યા છે કે પપ્પા જેવી લાગે છે વામિકા. હા, ખરેખર વામિકા દેખાવમાં એકદમ એના પપ્પા જેવી છે. તેની ક્યુટનેસના સહુ કોઈ કાયલ થઈ ગયા છે. સામે આવેલા વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વિરાટ કોહલી અને વામિકા કોહલીમાં કેટલી સમાનતા છે. વાસ્તવમાં, બેબી વામિકા બેબી વિરાટ કોહલી સાથે ઘણી મળતી આવે છે.

બેબી વામિકાને જોઈને ફેન્સ થયા ખુશ

બેબી વામિકાને જોઈને ફેન્સ થયા ખુશ

બેબી વામિકાને જોઈને વિરાટ અનુષ્કાના ફેન્સ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયામાં વીડિયો પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક પ્રશંસકે ટ્વિટ કર્યુ, 'તે ખૂબ જ પ્રેમાળ છે' જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ, 'ઓહ માય ગૉડ! તે ખૂબ જ પ્રેમાળ છે, તેણે પોતાની ક્યુટનેસથી અમને કાયલ કરી દીધા.' વળી, એક યુઝરે તો લખ્યુ, 'આ તો એકદમ જૂનિયર કોહલી છે.' વળી, એકે ટ્વિટ કર્યુ, 'જુઓ કેવી રીતે જુનિયર કોહલી, પપ્પાને રમતા જોઈને ખુશ થઈ રહી છે.'

મીડિયાથી વામિકાને દૂર રાખતા હતા વિરાટ-અનુષ્કા

મીડિયાથી વામિકાને દૂર રાખતા હતા વિરાટ-અનુષ્કા

બેબી વામિકા ચાર મહિનાની ઉંમરથી જ ટૂર કરી રહી છે. જો કે શરુઆતમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાની દીકરીના ફોટા લોકોને લેવાની ના પાડી હતી. આ વખતે પણ જ્યારે વામિકા દક્ષિણ આફ્રિકા માટે જઈ રહી હતી ત્યારે વિરાટ અને અનુષ્કાએ મીડિયાને ફોટો ના પાડવા માટે અનુરોધ કર્યો હતો. જો કે કપલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં વામિકાની ઝલક ઘણી વાર બતાવી છે. પરંતુ ક્યારેય ચહેરો નથી બતાવ્યો. આ જોડીએ વામિકાને પાપારાઝીની ઝાકમઝોળથી દૂર રાખી છે. પરંતુ જે ભારતીય મીડિયાએ ના કર્યુ એ સ્ટાર સ્પોર્ટસ અને ફૉક્સે કરી દીધુ અને વામિકાને કેમેરામાં કેદ કરી લીધી.

વામિકા કોહલી કરી રહી હતી નંબર-1 ટ્રેન્ડ

વામિકા કોહલી કરી રહી હતી નંબર-1 ટ્રેન્ડ

વામિકાનો ફોટો સામે આવતા જ વામિકા કોહલી ભારતમાં ટ્વિટરમાં નંબર-1 ટ્રેન્ડ કરી રહી હતી. વામિકા કોહલી પોતાની મા અનુષ્કા શર્માના ખોળામાં મેચ જોઈ રહી હતી. સ્લિંગ બેગ સાથે સ્ટ્રેપી બ્લેક ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. વળી, વામિકા કોહલી બે પોનીટેલ સાથે ગુલાબી રંગના ફ્રૉકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હંમેશા પાપારાઝીને પોતાની દીકરીના ફોટા ક્લિક ન કરવા માટે અનુરોધ કર્યો છે અને ભારતીય મીડિયાએ હંમેશા તેનુ સમ્માન કર્યુ.

વામિકા જાન્યુઆરી 2022માં થઈ એક વર્ષની

વામિકા જાન્યુઆરી 2022માં થઈ એક વર્ષની

વામિકા કોહલી જાન્યુઆરી 2022માં એક વર્ષની થઈ. વિરાટ અને અનુષ્કાએ વામિકાનો જન્મદિવસ કેપટાઉનમાં જ સેલિબ્રેટ કર્યો હતો. રિદ્ધિમાન સાહાની પત્નીએ પાર્ટીના અમુક ફોટા પણ શેર કર્યા. 11 જાન્યુઅઆરી, 2021ના રોજ વામિકા કોહલીનો જન્મ થયો છે. વિરાટ કોહલીએ હાલમાં જ ટેસ્ટ મેચ ક્રિકેટ કેપ્ટનશીપમાંથી સન્યાસની ઘોષણા કરી છે. રવિવારે તેમણે ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડેમાં 70થી વનધુ રન બનાવ્યા હતા.

English summary
Virat Kohli Anushka Sharma baby Vamika photos video viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X