વિશ્વરૂપ 25મી જાન્યુઆરીએ તામિળ-તેલુગુમાં રિલીઝ થશે
મુંબઈ, 12 જાન્યુઆરી : લાંબાગાળાથી ચર્ચામાં રહેલી કલમ હસનની ફિલ્મ વિશ્વરૂપ ફાઇનલી 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જોકે 25મીએ માત્ર તામિળ અને તુલુગ વર્ઝનમાં જ ફિલ્મ રિલીઝ થશે, હિન્દી વર્ઝનમાં નહીં થાય. ફિલ્મ ઉપર પોતાનું બધુ દાવ પર લગાવનાર કમલ હસન આ ફિલ્મ દ્વારા એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યાં છે.

અગાઉ ફિલ્મને ડીટીએચ ઉપર પણ રિલીઝ કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો, પરંતુ ડીટીએચ અંગેની આ ગુંચ ઉકેલાઈ ગઈ લાગે છે. હિન્દી, તામિળ અને તેલુગુ એમ ત્રણ ભાષાઓમાં બનેલી આ ફિલ્મ અગાઉ 11મી જાન્યુઆરીના રોજ થિયેટરોમાં અને એક દિવસ અગાઉ એટલે કે 10મીના રોજ ડીટીએચ ઉપર રિલીઝ થવાની હતી, પરંતુ થિયેટર માલિકોને લાગ્યું કે એક દિવસ અગાઉ ડીટીએચ પર ફિલ્મ રિલીઝ થતાં તેમના બિઝનેસ ઉપર અસર પડી શકે છે. તેથી રિલીઝ ડેટ 25મી જાન્યુઆરી સુધી વધારાઈ. જોકે ફિલ્મનું હિન્દી વર્ઝન રિલીઝ નહીં થાય. હજુ એ પણ નક્કી નથી કે ફિલ્મ ડીટીએચ ઉપર ક્યારે આવશે.
નોંધનીય છે કે કમલ હસને વિશ્વરૂપની ડીટીએચ રિલીઝ માટે કુલ પાંચ ડીટીએચ કંપનીઓ સાથે કરાર કર્યાં છે. ફિલ્મમાં કમલ હસન, પૂજા કુમાર, રાહુલ બોસ જેવા લોકોએ અભિનય કર્યો છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક તથા લેખક કમલ હસન જ છે. આ કમલ હસનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે.












Click it and Unblock the Notifications
