For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેબૂબ સ્ટુડિયો પહોંચી યાદોમાં ખોવાયાં અમિતાભ બચ્ચન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 એપ્રિલ : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પ્રસિદ્ધ મહેબૂબ સ્ટુડિયો જઈ ભૂતકળાની યાદોમાં ખોવાઈ ગયાં અને મહાન નિર્માતા મહેબૂબ ખાનની સ્મૃતિઓમાં ઉતરી ગયાં.

બિગ બી ગુરુવાનાર રોજ એક એડ ફિલ્મના શૂટિંગ માટે મહેબૂબ સ્ટુડિયો પહોંચ્યા. આ સ્ટુડિયો મહેબૂબ ખાને 1954માં બનાવ્યુ હતું. અમિતાભ બચ્ચને ફિલ્મો પ્રત્યે મહેબૂબ ખાનના પ્રેમ માટે તેમના વખાણ કર્યાં.

amitabh

અમિતાભ બચ્ચને ગુરુવારે મોડી રાત્રે પોતાના બ્લૉગ ઉપર મહેબૂબ ખાન વિશે લખ્યું - જેમ કે મને જણાવાયું છે, તેમણે ક્યારેય ફિલ્મ નિર્માણની કળામાં તાલીમ નથી લીધી અને નથી ક્યારેય કોઈ એવું શિક્ષણ ગ્રહણ કર્યું. તેઓ એટલા ભણેલા-ગણેલા પણ નહોતાં કે ઇંગ્લિશમાં વાત કરી શકે. તેમણે સાધારણ વસ્તુઓ વેચવાનું કામ પણ કર્યું. તેમણે સ્ટુડિયોમાં ફાલતૂ જેવી નોકરી પણ કરી, પરંતુ સિનેમા પ્રત્યે પોતાના લગાવના કારણે જ તેઓ અંતે મહાન ફિલ્મ નિર્માતા બન્યાં.

અમિતાભ બચ્ચને આગળ લખ્યું - તેમનામાં ગઝબનો આત્મવિશ્વાસ હોત કે જે કોઈ બંધનને નહોતો માનતો. તેમણે તે કરી બતાવ્યું કે જે અનેક નિષ્ણાતો પણ ન કરી શક્યાં.

English summary
A visit to the famed Mehboob Studio here made megastar Amitabh Bachchan go down the memory lane, and reminisce the "prolific" legendary filmmaker Mehboob Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X