મહેબૂબ સ્ટુડિયો પહોંચી સલમાન પણ ખોવાયાં યાદોમાં
મુંબઈ, 25 એપ્રિલ : મહેબૂબ સ્ટુડિયોમાં ભારતીય સિનેમાની અનેક યાદો ધરબાયેલી છે. તેથી જ તો બિગ બી અમિતાભ બચ્ચન બાદ હવે સલમાન ખાન પણ ત્યાં પહોંચી જૂની યાદોમાં ખોવાઈ ગયાં.

ડિક્સી સ્કૉટ ઇનરવિયરની એડવર્ટાઇઝના શૂટિંગ અર્થે મહેબૂબ સ્ટુડિયો પહોંચેલા સલમાન ખાનને સલમાન ખાનને પોતાની 18 વર્ષ જૂની કરણ અર્જુન ફિલ્મની યાદ આવી ગઈ. આ અગાઉ ગયા અઠવાડિયે અમિતાભ બચ્ચન મહેબૂબ સ્ટુડિયો પહોંચ્યા હતાં. અમિતાભ પણ એક એડ ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યા હતાં અને જૂની યાદોમાં ખોવાઈ ગયા હતાં.
સલમાન ખાનને તો પોતાની 18 વર્ષ જૂની ફિલ્મ કરણ અર્જુનની યાદ આવી ગઈ. આ ફિલ્મમાં સલમાન અને શાહરુખે એક સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મ 13મી જાન્યુઆરી, 1995ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનું દિગ્દર્શન રાકેશ રોશને કર્યુ હતું. કરણ અર્જુન એક એક્શન થ્રિલર ફિલ્મ હતી. તો ગત સપ્તાહે અમિતાભ બચ્ચને મહેબૂબ સ્ટુડિયો પહોંચી મહેબૂબ ખાનને યાદ કર્યા હતાં.












Click it and Unblock the Notifications
