એકબીજાના થયા દીપવીર, શેર કર્યો પહેલો ફોટો, સ્વાગત માટે મુંબઈનું ઘર સજાવાયુ

બોલિવુડની બે સુંદર જોડી કાલે એક થઈ ગઈ. અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

બોલિવુડની બે સુંદર જોડી કાલે એક થઈ ગઈ. અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દીપિકા-રણવીરે ઈટલીના લેક કોમોમાં શાહી લગ્ન કરતા આ વર્ષ 2018ના સૌથી મોટા લગ્ન બની ગયા છે. સિંધી અને કોંકણી રસમોથી લગ્ન કરીને તે પતિ-પત્ની બની ગયા છે. આ લગ્ન સમારંભને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યુ. રીતિ-રિવાજથી લગ્ન પૂર્ણ થયા બાદ રણવીર સિંહે પહેલો ઓફિશિયલ ફોટો શેર કર્યો છે. ફોટામાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

દીપિકા-રણવીરના લગ્ન

દીપિકા-રણવીરના લગ્ન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઈટલીના લેક કોમોમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા. રણવીર સિંહે પહેલો ફોટો શેર કરવાની થોડી સેકન્ડમાં જ વાયરલ થઈ ગયો. ફેન્સ પોતાના ફેવરિટ સ્ટારના લગ્નની પહેલી ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેવુ દીપિકાએ પોતાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટો શેર કર્યો કે મિનિટોમાં લાખો લોકોએ આ ફોટોને લાઈક કર્યો. હજારો લોકોએ ત્વરિત કમેન્ટ કરીને તેમને શુભકામનાઓ પાઠવી.

દુલ્હન બનેલી દીપિકાનો પહેલો ફોટો

દુલ્હન બનેલી દીપિકાનો પહેલો ફોટો

લગ્ન બાદ આવેલા આ ફોટોમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટામાં બંને કોંકણી રીતિ રિવાજથી લગ્નની રસમો નિભાવતા જોવા મળી રહ્યા છે. દીપિકાએ સાઉથ ઈન્ડિયન બ્રાઈડ બની છે તો રણવીર સફેદ રંગના આઉટફિટ પહેર્યો છે જેમાં તે ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર દીપિકાનો લહેંગો ફેશન ડિઝાઈનર સવ્યસાચીએ ડિઝાઈન કર્યો છે.

દીપવીરના સ્વાગતમાં મુંબઈનું ઘર દુલ્હનની જેમ સજાવાયુ

દીપવીરના સ્વાગતમાં મુંબઈનું ઘર દુલ્હનની જેમ સજાવાયુ

ઈટલીમાં લગ્ન બાદ હવે મુંબઈમાં બંનેના સ્વાગતની જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણવીર સિંહના મુંબઈ સ્થિત ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. ઘરને સુંદર લાઈટો અને ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. લગ્ન બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું રિસેપ્શન મુંબઈમાં થશે. જે રીતે ઈટલીમાં લગ્ન ખાનગી રખાયા તે રીતે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિસેપ્શનમાં બંનેના લગ્નમાં કોણ કોણ શામેલ થશે.

બે રિસેપ્શન

બે રિસેપ્શન

લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ છેવટે રણવીર અને દીપિકાએ પોતાના લગ્નની તારીખનું એલાન કર્યુ હતુ. બંનેએ 21 ઓક્ટોબરે લગ્નનું એલાન કર્યુ હતુ. આ સપ્તાહમાં રણવીર લગ્ન બાદ ઈટલીથી પાછા આવી શકે છે. ભારતમમાં બંનેના લગ્ન બાદ બે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. મુંબઈ અને બેંગલુરુમાં યોજાનાર રિસેપ્શનમાં બંને સ્ટાર્સના સંબંધીઓ, રાજકારણ અને રમતજગત સાથે જોડાયેલ દિગ્ગજો શામેલ થઈ શકે છે.

View this post on Instagram

❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X