Vogue Beauty Awards! એવોર્ડ જીત્યાં, પણ એશ સામે હાર્યા અક્ષય

વોગ બ્યૂ એવોર્ડ્સ 2017માં બચ્ચન પરિવાર છવાઇ ગયો હતો. આ વખતે પહેલીવાર બચ્ચન પરિવાર સાથે નવ્યા નવેલી નંદા પણ રેડ કાર્પેટ પર જોવા મળી હતી.

આ વર્ષના વોગ બ્યૂટી એવોર્ડમાં બોલિવૂડનો બચ્ચન પરિવાર સોથી વધુ લાઇમલાઇટમાં રહ્યો. તેની પાછળનું કારણ છે શ્વેતા નંદા અને તેની પુત્રી નવ્યા નવેલી નંદા. નવ્યા ભાગ્યે જ આ રીતે બોલિવૂડ ઇવેન્ટ અટેન્ડ કરતી જોવા મળે છે. આ ઇવેન્ટમાં બચ્ચન પરિવાર ઉપરાંત શાહિદ કપૂર, મીરા રાજપૂત, અક્ષય કુમાર, દિશા પટાણી, કરિશ્મા કપૂર વગેરે પણ જોવા મળ્યા હતા. અક્ષય કુમારને અહીં દશકના સૌથી સુંદર પુરૂષનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, આમ છતાં લોકોની નજર તો ઐશ્વર્યા રાય બચ્ચન અને નવ્યા પર જ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન - સૌથી સુંદર ગ્લોબલ ઇન્ડિયન

ઐશ્વર્યા રાય બચ્ચન - સૌથી સુંદર ગ્લોબલ ઇન્ડિયન

બ્યૂટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન અહીં બ્લેક કલરના ગાઉનમાં જોવા મળી હતી. તેને અહીં સૌથી સુંદર ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તે ખૂબ સુંદર અને હોટ લાગી રહી હતી, એશની હેરસ્ટાયલ, મેક-અપ અને જ્વેલરી એકદમ પરફેક્ટ હતા. બ્લેક ગાઉન સાથે તેણે રેડ કલરની હિલ્સ પહેરી હતી.

The Bachchans!

The Bachchans!

આ નવ્યાનો પ્રથમ રેડ કાર્પેટ એપિરિયન્સ હતો. નવ્યા તેના વ્હાઇટ સિલ્વર ગાઉનમાં અત્યંત સુંદર લાગી રહી હતી. જયા, શ્વેતા અને નવ્યાને એજલેસ બ્યૂટીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન બન્યા હતા, સેક્સિએસ્ટ મેન ઓફ ઓલ ટાઇમ.

શાહિદ-મીરા, વરુણ ધવન, જેકલિન

શાહિદ-મીરા, વરુણ ધવન, જેકલિન

શાહિદ કપૂર અને મીરા બન્યા હતા, મોસ્ટ બ્યૂટિફુલ કપલ. વરુણ ધવનને મોસ્ટ બ્યૂટિફુલ મેન ઓફ ધ ઇયરનો એવોર્ડ મળ્યો હતો તો જેકલિન ફર્નાન્ડિસ બની હતી ફિટસ્પિરેશન. (ફિટેનેસ ઇન્સપિરેશન)

મોસ્ટ બ્યૂટિફુલ મેન ઓફ ધ ડીકેડ

મોસ્ટ બ્યૂટિફુલ મેન ઓફ ધ ડીકેડ

આ એવોર્ડ ફંક્શનમાં અક્ષય કુમાર કંઇક આ અંદાજમાં જોવા મળ્યા હતા. અહીં તેમને મોસ્ટ બ્યૂટિફુલ મેન ઓફ ધ ડીકેડનો એવોર્ડ એનાયત થયો હતો. અક્ષય કુમારને આ જ વર્ષે ફિલ્મ 'એરલિફ્ટ' અને 'રૂસ્તમ' માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. વર્ષ 2017 ખરેખર અક્ષય કુમારનું વર્ષ છે.

દિયા મિર્ઝા-ડાયેના પેન્ટી, કરિશ્મા કપૂર

દિયા મિર્ઝા-ડાયેના પેન્ટી, કરિશ્મા કપૂર

આ એવોર્ડ ફંક્શનમાં દિયા મિર્ઝા અને ડાયેના પેન્ટીનો આ ક્યૂટ અવતાર જોવા મળ્યો હતો. દિયા મિર્ઝાએ આ ઇનસાઇડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં ડાયેના માટે લખ્યું હતું, સ્વીટહાર્ટ! તો કરિશ્મા કપૂર અહીં બ્લેક એન્ડ બ્લૂ કલરના મેટાલિક આઉટફિટમાં જોવા મળી હતી.

ફ્રેશ ફેસ, ફ્લોલેસ ફેસ

ફ્રેશ ફેસ, ફ્લોલેસ ફેસ

આ એવોર્ડ ફંક્શનમાં દિશા પટાણીનો અત્યાર સુધીનો હોટેસ્ટ અવતાર જોવા મળ્યો હતો, તેને અહીં ફ્રેશ ફેસનો એવોર્ડ મળ્યો હતો. ઐશ્વર્યા અને નવ્યા બાદ સૌથી વધુ દિશાએ ખેંચ્યુ હતું. અદિતિ રાવ હૈદરીએ પણ પોતાના હટકે લૂક દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યુ હતું, તેને ફ્લોલેસ ફેસનો એવોર્ડ મળ્યો હતો. સની લિયોન બ્લેક કલરના ક્લાસિક બ્લેક ગાઉનમાં જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X