લગ્ન પહેલા જ પ્રેગનન્ટ હતી શ્રીદેવી? વર્ષો પછી બોની કપૂરે ઘણા રાઝ ખોલ્યા
બોલિવૂડ સિતારાઓ તેના ફિલ્મી કરિયર કરતા અંગત લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. આવા સિતારાઓની યાદીમાં શ્રીદેવીનું નામ પણ સામેલ છે. કરિયરથી લઈને મોત સુધી વિવાદોમાં રહેલી શ્રીદેવીને લઈને બોની કપૂરે ઘણા ખૂલાસા કર્યા છે.
શ્રીદેવી વિશે એવી અફવા હતી કે તે 1996 માં બોની કપૂર સાથે લગ્ન કરતા પહેલા પ્રેગનન્ટ હતી અને તેથી જ તેણે ઉતાવળમાં લગ્ન કરી લીધા. હવે વર્ષો પછી બોની કપૂરે આ અફવા પર પોતાનું મૌન તોડીને સત્ય જણાવ્યુ છે.

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે શ્રીદેવી સાથેની તેમની લાઈફને લઈને ઘણી બાબતો વિશે વાત કરી હતી. વાતચીત દરમિયાન બોની કપૂરે કહ્યું કે, લોકો માને છે કે શ્રીદેવી અમારા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી. પરંતુ તે સાચું નથી. બોની કપૂરે જણાવ્યું કે, શા માટે શ્રીદેવી લગ્ન પછી તરત જ પ્રેગ્નન્ટ દેખાઈ રહી હતી.
બોની કપૂરે કહ્યું કે, શ્રીદેવી સાથે મારા બીજા લગ્ન 1996માં શિરડીમાં થયા હતા. તે વર્ષે જ 2 જૂને અમે ગુપ્ત લગ્ન કર્યા હતા. તે દરમિયાન અમે એક રાત ત્યાં વિતાવી. પરંતુ જાન્યુઆરી 1997માં જ્યારે પ્રેગ્નન્સી દેખાઈ ત્યારે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો અને અમે અમારા લગ્નને સાર્વજનિક કરી દીધા. આ જ કારણ છે કે ઘણા લોકો માને છે કે લગ્ન પહેલા જ શ્રીદેવી જાન્હવીથી પ્રેગ્નન્ટ હતી. પરંતુ તે સાચું નથી.
બોની કપૂરે ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, તેમનો પરિવાર ખૂબ જ ધાર્મિક છે. ભલે તે શ્રીદેવી હોય, સુનીતા હોય કે હું કે અનિલ હોય કે પછી મારી પુત્રી જાહ્નવી હોય, અમે બધા ખૂબ જ ધાર્મિક છીએ. મારી પત્ની શ્રીદેવી દરેક જન્મદિવસે તિરુપતિ જતી. મારા જીવનમાં જ્યારે પણ હું મુશ્કેલીમાં પડતો ત્યારે તે જુહુથી સિદ્ધિવિનાયક સુધી ખુલ્લા પગે જતી.
જણાવી દઈએ કે, 1996માં બોની અને શ્રીદેવીને બે દીકરીઓ હતી. જેમના નામ જ્હાન્વી અને ખુશી છે. બોનીની પહેલી પત્ની સુનીતા કપૂર હતી, જેનાથી તેમને બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે.
શ્રીદેવીએ ફેબ્રુઆરી 2018માં આ દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેત્રીનો મૃતદેહ દુબઈની એક હોટલના બાથટબમાંથી મળી આવ્યો હતો, જેનાથી તેનો પરિવાર ખરાબ રીતે ટૂટ્યો હતો.












Click it and Unblock the Notifications
