સોનાક્ષીનો બિકિની પહેરવાનો ઇનકાર, પલળેલી સાડી સાથે પ્રેમ
મુંબઈ, 2 ઑક્ટોબર : ફિલ્મ આર રાજકુમારનો ઑફિશિયલ ટ્રેલર લૉન્ચ થઈ ગયો છે કે જે બહુ પ્રભાવશાળી છે, પણ આ ફિલ્મ પોતાના ટ્રેલરના કારણે નહીં, પણ સોનાક્ષી સિન્હાના કારણે ચર્ચિત થઈ ગઈ છે, કારણ કે ફિલ્મમાં સોનાક્ષીએ બિકિની પહેરવાનો ઇનકાર કરી દીધો છે.

જાણવા મળ્યું છે કે રૅમ્બો રાજકુમાર કે જે હવે આર રાજકુમાર બની ગઈ છે, તેના એક સીનમાં સોનાક્ષી સિન્હાએ પાણીમાંથી પલળી બહાર નિકળવુ હતું, પણ સોનાક્ષીએ આ આખા સીનને સાડીમાં જ શૂટ કર્યું છે. સોનાક્ષીએ પોતાની જૂની વાત દોહરાવતાં જણાવ્યું કે તેઓ બિકિની નહી પહેરે. ફિલ્મના હીરો શાહિદ કપૂર છે કે જેમની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.
આર રાજકુમારના દિગ્દર્શક પ્રભુ દેવા છે, જ્યારે નિર્માતા સુનીલ લુલા અને વિક્કી રાજાણી છે. આર રાજકુમાર આગામી 6ઠી ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરમાં સોનાક્ષી સિન્હા પલળેલી સાડીમાં ખૂબ જ ઉત્તેજક લાગે છે. સોનાક્ષી અગાઉથી જ કહીચુક્યાં છે કે તેઓ ફિલ્મમાં એવું-તેવું કોઈ કામ નહીં કરે કે જેથી તેમના પરિવારને ક્ષોભમાં પડવું પડે.












Click it and Unblock the Notifications
