Pics : પ્રેમ, લગ્ન, સંતાન અને પછી છુટાછેડા...

મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડ અને તેના પ્રશંસકો માટે શુક્રવારનો દિવસ એક ખૂબ જ આઘાતજનક સમાચાર આવ્યાં. અભિનેતા હૃતિક રોશને મીડિયાને કાયેદસરનું નિવેદન આપ્યું અને જમાવ્યું કે તેમની અને તેમના પત્ની વચ્ચે હવે કશુય બરાબર નથી રહ્યું અને તેથી તેઓ બંને જુદા થવા જઈ રહ્યાં છે. હવે બંને છુટાછેડા લેવા જઈ રહ્યાં છે. આ સમાચાર સાંભળી સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયાં. સૌના મગજમાં એક જ વાત ફરે છે કે આખરે એવા તે કયા કારણો છે કે એક બાળપણનો પ્રેમ મૈત્રીમાં અને મૈત્રી લગ્નમાં બદલ્યા બાદ અચાનક સંબંધ ઉપર પૂર્ણવિરામ લાગી ગયું.

રાકેશ રોશનના પુત્ર હૃતિક રોશન અને સંજય ખાનના પુત્રી સુઝાન ખાન બાળપમના સાથીઓ છે. બંનેએ આ મૈત્રીને સને 2000માં લગ્નનુ રૂપ આપ્યું. બંનેને આ લગ્ન વડે બે સુંદર દીકરાઓ છે. લગ્નજીવનને તો તેર વર્ષ થયાં, પરંતુ બંનેની મૈત્રીને પણ ગણીએ, તો હૃતિક-સુઝાનના સંબંધો 17 વર્ષ જૂના છે. ખેર તે વિશે અટકળોના દોર ચાલી રહ્યાં છે.

ચાલો જોઇએ બૉલીવુડના એવા બીજા કેટલાંક સંબંધો જે પ્રેમ, લગ્ન અને બાળકો બાદ પૂર્ણ થયાં :

આમિર-રીના

આમિર-રીના

આમિર ખાન અને રીનાએ પ્રેમલગ્ન કર્યુ હતું. બંને 19 વર્ષ સાથે રહ્યાં બાદ છુટા પડી ગયાં. છુટાછેડાનું કારણ આજ સુધી બહાર ન આવ્યું. આમિર-રીનાના બે બાળકો પુત્ર ઝુનૈદ અને પુત્રી ઇરા છે. આમિરે પછી કિરણ રાવ સાથે લગ્ન કરી લીધાં.

સૈફ-અમૃતા

સૈફ-અમૃતા

સૈફ અલી ખાને પોતાના કરતા દસ વર્ષ મોટા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં. તેમને પણ બે બાળકો છે પુત્ર ઇબ્રાહીમ તથા પુત્રી સારા. 11 વર્ષ બાદ બંનેએ છુટાછેડા લઈ લીધાં. સૈફ હવે કરીના કપૂરના પતિ બની ચુક્યાં છે.

જાવેદ-હની

જાવેદ-હની

જાણીતા શાયર-લેખક જાવેદ અખ્તર તથા હની ઈરાનીને પણ લાંબા લગ્નજીવન દરમિયાન ફરહાન અને ઝોયા જેવા બે બાળકો છે, પણ પછી બંને જુદા થઈ ગયાં. જાવેદે પછી શબાના આઝમી સાથે લગ્ન કરી લીધાં.

કરિશ્મા-સંજય

કરિશ્મા-સંજય

કરિશ્મા કપૂરે લાંબી ડેટિંગ બાદ બિઝનેસ મૅન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. તેમને બે બાળકો પણ છે. લાંબો વખત સાથે રહ્યા બાદ પણ બંનેના છુટાછેડા થઈ ગયાં.

કોંકણા-રણવીર

કોંકણા-રણવીર

કોંકણા સેન શર્મા અને રણવીર સૌરીએ લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યાં. તેમને એક પુત્ર છે, પરંતુ હવે આ સંબંધ છુટાછેડાના આરે છે.

હૃતિક-સુઝાન

હૃતિક-સુઝાન

હવે હૃતિક રોશન અને સુઝાન ખાન વચ્ચે પણ છુટાછેડાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને વચ્ચે સંબંધ 17 વર્ષ જૂનો છે અને લગ્ન-સંબંધને પણ 13 વર્ષ થઈ ચુક્યાં છે. આ લગ્નથી તેમને બે સુંદર દીકરાઓ છે, પરંતુ હવે બંને છુટા પડી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X