એક-બીજાના પર્યાય છે બિપાશા અને બિકિની : જુઓ 10 Hot Avtar
મુંબઈ, 19 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુનું કહેવુ છે કે જો તમે ફિટ હોવ અને તમને વિશ્વાસ હોય કે તમે સારા દેખાશો, તો ફિલ્મ માટે બિકિની પહેરવામાં કંઈ ખોટું નથી.
પોતાની આગામી ફિલ્મ ક્રીચર અંગેના એક ઇવેંટમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન બિપાશાએ કહ્યું - મારા માટે બિકિની પહેરવી કોઈ મોટી બાબત નથી. જો તમે ફિટ છો, તો તમે સારા લાગશો. જો કોઈ ભપકાદાર ફિલ્મ હોય, તો બિકિની આપનું ગ્લૅમર વધારશે.
ધૂમ 2 અને પ્લેયર્સ જેવી ફિલ્મોમાં બિકિની પહેરનાર બિપાશા બાસુ કહે છે - મારા માટે આ મોટી વાત નથી, કારણ કે જ્યારે મેં પહેલી વાર બિકિની પહેરી, ત્યારે મારા હાથ-પગ ફૂલી ગયા હતાં. ધૂમ 2 દરમિયાન હું એકદમ ફિટ હતી. હું આ અંગે વધુ વિચારતી નથી.
બિપાશા બાસુની લીડ રોલ ધરાવતી છેલ્લી ફિલ્મ આત્મા હતી કે જે સુપર ફ્લૉપ સાબિત થઈ હતી. તે પછી મલ્ટીસ્ટારર હમશકલ્સ ફિલ્મમાં પણ બિપાશા બાસુ બિકિની અવતારમાં દેખાયા હતાં. બિપાશાને હવે ક્રીચર ફિલ્મનો ઇંતેજાર છે અને તેઓ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ક્રીચર ફિલ્મ આવતા મહીને રિલીઝ થવાની છે.
ચાલો હાલ તો આપને બતાવીએ બિપાશા બાસુના 10 Hot Bikini Avtar :

રેડ હૉટ બિકિની બેબ
બિપાશા બાસુ ટૂ પીસ કપડાંમાં રેડ હૉટ દેખાય છે. આ તસવીર પ્લેયર્સ ફિલ્મની છે.

રાઝ 2
રાઝ 2 ફિલ્મમાં બિપાશા બાસુએ વ્હાઇટ બિકિની પહેરી કહેર વરસાવ્યો હતો.

ધૂમ 2
ધૂમ 2 ફિલ્મની યલો બિકિની બિપાશાના ટોન્ડ ફિગરને રજૂ કરે છે.

વધુ એક
પ્લેયર્સ ફિલ્મની વધુ એક તસવીરમાં બિપાશા બાસુ બિકિનીમાં હૉટ દેખાય છે.

વજન ઘટાડ્યુ
ધૂમ 2 ફિલ્મમાં બિકિની અવતાર ધરવા બિપાશાએ વજન ઘટાડવુ પડ્યુ હતું.

બિપાશાનો શોખ
બિકિની પહેરવી તો બિપાશા બાસુનો શોખ છે. તેમને બાળપણથી જ બિકિની પહેરવી ગમતી હતી.

વાંધો શું છે?
એટલે જ તો બિપાશા બાસુ કહે છે કે બિકિની પહેરવામાં વાંધો શું છે?

વધુ એક રેડ-હૉટ
બિપાશા બાસુ જેવી ફિટ કાયા હોય અને ટૂ પીસ કપડાનો કલર લાલ હોય, તે હૉટ જ રૂપ ધારણ કરશે ને.

કંઈ ખોટું નથી
બિપાશા બાસુનું કહેવુ છે કે જો તમે ફિટ હોવ અને તમને વિશ્વાસ હોય કે તમે સારા દેખાશો, તો ફિલ્મ માટે બિકિની પહેરવામાં કંઈ ખોટું નથી.

હમશકલ્સ
બિપાશા બાસુ તાજેતરમાં જ રિલીઝ થયેલી હમશકલ્સ ફિલ્મમાં પણ બિકિનીમાં નજરે પડ્યા હતાં. બિપાશા કહે છે કે તેઓ ઇચ્છતા હતાં કે હું બિકિની પહેરું, એટલે મેં પહેરી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
