Welcome 2023: કરીના કપૂર અને નીસા દેવગણે આ રીતે કરી નવા વર્ષની ઉજવણી, વાયરલ થયા ફોટા
અજય દેવગણની દીકરી નીસા દેવગણ અને કરીના કપૂર ખાનના ન્યૂ યર સેલિબ્રેશનના ફોટા સામે આવ્યા છે.
Welcome 2023: બૉલિવુડ સ્ટાર્સ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. સહુ કોઈ પોતાના અંદાજમાં સેલિબ્રેટ કર્યુ છે. જેના ફોટા સામે આવી રહ્યા છે. અજય દેવગણની દીકરી નીસાના અમુક ફોટા તેના દોસ્તો સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટામાં તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે. વળી, કરીના કપૂર ખાને પણ અમુક ફોટા શેર કર્યા છે. જેમાં તે સૈફ અને બાળકો સાથે ન્યૂ યર મનાવી રહી છે.

નીસા દેવગણે શેર કર્યા ફોટા
અજય દેવગણ અને કાજોલની પુત્રી નીસા દેવગણે ઓરહાન અવતારમણિ ઉર્ફે ઓરી સાથેની તેની અદભૂત તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. નીસાએ રવિવારે ઓરી અને વેદાંત મહાજન સાથે ન્યૂ યર પાર્ટીમાં હાજરી આપી હતી. એક તસવીરમાં નીસા ઓરીને ગળે મળતી જોઈ શકાય છે.
નીસા બ્લેક ડ્રેસમાં લાગી રહી હતી હૉટ
નીસા બ્લેક ડ્રેસમાં સેક્સી લાગી રહી હતી. તેણે હાઈ હીલ્સ સાથે પેર કરી હતી. નીસા અને ઓરી વેદાંતે પણ જોઈન કર્યુ હતુ. રસપ્રદ વાત એ છે કે નીસા અને વેદાંતના નામ એકબીજા સાથે જોડાયેલા છે.
કરીના કપૂરે પરિવાર સાથે કરી ઉજવણી
કરીના કપૂર ખાને તેના પરિવાર સાથે નવા વર્ષનુ સ્વાગત કર્યુ અને આખો પરિવાર સુંદર દેખાઈ રહ્યો હતો. આ તસવીરોની વાત કરીએ તો કરીના કપૂર સૈફ અલી ખાન સાથે બ્લેક ટક્સીડોમાં જોવા મળી હતી અને સુંદર લાગી રહી હતી. તેનો મોટો પુત્ર તૈમુરે બ્લેક બ્લેઝર, સફેદ શર્ટ, બ્રાઉન પેન્ટ અને ટાઈ પહેરી હતી. જેહે પફ્ડ જેકેટ હેઠળ પ્રિન્ટેડ શર્ટ સાથે કાળુ પેન્ટ પહેર્યુ હતુ.












Click it and Unblock the Notifications
