સૌથી મોટી ફેનના 100માં જન્મ દિવસને બિગ બીએ બનાવ્યો યાદગાર
મુંબઇ, 20 ઑગસ્ટ : સદીના મહાઅભિનેતા અમિતાભ બચ્ચને પોતાની એક ફેનનો જન્મદિવસ પોતાની વીડિયો ડિવીડી આપીને ખાસ બનાવી દીધો. આ મહિલાનો 100મો જન્મદિવસ હતો, અને તે એક બિમારીના કારણે અમિતાભ બચ્ચનને છોડીને સૌને ભુલી ચૂકી છે.
100 વર્ષની બિગ બીની આ ફેનને ભુલવાની બિમારી છે. તે કોઇને ઓળખતી નથી પરંતુ તે અમિતાભ બચ્ચનને નથી ભુલી. સાંતાક્રુઝમાં રહેનાર બર્નેડીન ડિસૂઝા નામની આ મહિલાને તેના જન્મ દિવસ પર અમિતાભ બચ્ચને એક ખાસ વીડિયો સંદેશ મોકલાવ્યો. એટલું જ નહીં અમિતાભે તેમના માટે એક ટ્વિટ પણ કર્યું છે.
<blockquote class="twitter-tweet blockquote"><p>T 1126 -Bernadine D'Souza a fan who turns 100 years on 18th !!!! Wished her on video .. suffers Alzheimers .. only name she remembers .. AB</p>— Amitabh Bachchan (@SrBachchan) <a href="https://twitter.com/SrBachchan/statuses/368797070267670529">August 17, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>અમિતાભે પોતાના ટ્વિટમાં લખ્યું કે 'બર્નેડીન ડિસૂઝા નામની ફેન, જે 18 ઑગસ્ટના રોજ સો વર્ષની થઇ ગઇ છે. વીડિયો મેસેજ દ્વારા મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તે અલ્ઝાઇમરથી પીડિત છે, પરંતુ તેમને એક નામ યાદ રહે છે એબી. પરિવારના આગ્રહથી અભીભૂત છું.'













Click it and Unblock the Notifications
