શિલ્પા શેટ્ટીએ પોલિટિકલ બુકને બાળકોની બુક કહી, ટ્વીટર પર ઉડી મજાક

Subscribe to Oneindia News

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની એક ટીપ્પણી માટે ટ્વીટર ટ્રેંડમાં આવી ગઇ છે. તેણે જ્યોર્જ ઓરવેલના પુસ્તક 'એનિમલ ફાર્મ' ને બાળકોનું પુસ્તક ગણાવીને તેને બાળકોના કોર્સમાં શામેલ કરવાની સલાહ આપી છે. શિલ્પાની આ ટીપ્પણી બાદ ટ્વીટર પર તેની ખૂબ મજાક ઉડી.

shilpa

ટ્વીટર પર શિલ્પાની મજાક

આઇસીએસઇ બોર્ડે હાલમાં જ એલાન કર્યુ કે તે જે કે રોલિંગની હેરી પોટર સીરિઝની પુસ્તક, ટીનટીન અને એસ્ટ્રીક્સને ધોરણ ત્રણથી આઠમાં સુધીના વિદ્યાર્થીઓ માટે કોર્સમાં શામેલ કરશે. તેમના આ પગલાંની વિદ્યાર્થીઓ, અભિભાવકો અને શિક્ષાવિદોએ ખૂબ પ્રશંસા કરી છે.

shilpa

ટ્વીટર પર ટોપ ટ્રેંડિંગમાં આવી શિલ્પા

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ આ પગલાંની પ્રશંસા કરી છે. જો કે આ દરમિયાન તેણે એક પુસ્તક વિશે ટીપ્પણી કરીને ભૂલ કરી દીધી. ત્યારબાદ તે સોશિયલ સાઇટ ટ્વીટરના ટોપ ટ્રેંડિંગમાં આવી ગઇ. યુઝર્સે તેની મજાક ઉડાવતા ઘણી ટીપ્પણીઓ કરી. બોલીવુડ અભિનેત્રીએ એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીતમાં કહ્યુ કે લોર્ડ ઓફ ધ રિંગ્સ અને હેરી પોટર જેવા પુસ્તકો બાળકોની કલ્પનાશીલતા અને રચનાત્મકતા વધારવામાં યોગદાન આપી શકે છે.

shilpa

શિલ્પાએ કરી હતી પુસ્તક વિશે ટીપ્પણી

આ દરમિયાન શેટ્ટીએ સલાહ આપતા કહ્યુ કે જ્યોર્જ ઓરવેલના પુસ્તક 'એનિમલ ફાર્મ' ને પણ બાળકોના કોર્સમાં શામેલ કરવુ જોઇએ. આનાથી બાળકોને ઘણો ફાયદો મળશે. આવુ એટલા માટે કારણકે આ પુસ્તક બાળકોને જાનવરોથી પ્રેમ કરવા અને તેમનું ધ્યાન રાખવાની શીખ આપે છે.

shilpa

ઐતિહાસિક ઉપન્યાસ

જો કે શિલ્પા પોતાની ટીપ્પણી દરમિયાન એ ભૂલી ગઇ કે જે પુસ્તકની ચર્ચા તે કરી રહી છે તે જ્યોર્જ ઓરવેલનું 'એનિમલ ફાર્મ' એક ખૂબ જ ઐતિહાસિક ઉપન્યાસ છે. આમાં રાજકીય વ્યવસ્થા પર વ્યંગ કરવામાં આવ્યો છે. આમાં જાનવરોના માધ્યમથી રાજકીય વ્યવસ્થા દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. જાનવરોના બહાને ઘડેલી કહાની આજના દોરમાં ઘણી પ્રાસંગિક છે.

English summary
When Shilpa Shetty twitter trending on thought Animal Farm about caring for animals.
Please Wait while comments are loading...