Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય ક્યાં છે? લોકોએ અભિષેક બચ્ચનને કેમ કર્યો આવો સવાલ?

Aishwarya Rai Bachchan News: બચ્ચન પરિવાર છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના અણબનાવથી લઈને શ્વેતા બચ્ચન અને જયા બચ્ચનના અંગત જીવન સુધી આખો બચ્ચન પરિવાર સમાચારમાં રહે છે.

હાલમાં જ અભિષેક બચ્ચન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અભિષેક બચ્ચન પણ તેની બહેન શ્વેતા નંદા અને માતા જયા બચ્ચન સાથે હાજર હતો. જોકે, બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય જોવા મળી ન હતી. આનાથી ઘણા ચાહકોના દિલ તૂટી ગયા છે. ફેન્સ ઐશ્વર્યા રાય બચ્ચનને ખૂબ મિસ કરે છે.

Abhishek Bachchan

મુંબઈ એરપોર્ટ પર હાજર અભિષેક બચ્ચન, જયા બચ્ચન અને શ્વેતા નંદાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જયા બચ્ચને ગ્રે કલરનો આઉટફિટ પહેર્યો હતો. તેણે ઉપર શ્રગ પણ કેરી કર્યુ હતુ. જયા બચ્ચને શૂઝ વડે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

જ્યારે અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદાએ બ્લેક પેન્ટ સાથે હળવા રંગનું જેકેટ પહેર્યું હતું. શ્વેતાએ ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. જયા અને શ્વેતા બંનેના હાથમાં બેગ પણ હતી. જ્યારે અભિષેક બચ્ચને બ્લેક પેન્ટ અને ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું. અભિષેકે સફેદ શૂઝ પણ પહેર્યા હતા. અભિષેકના પરિવાર સાથેની આ તસવીરો ચર્ચાનો વિષય બની રહે છે. વીડિયોમાં ત્રણેય ખૂબ જ તણાવમાં જોવા મળ્યા હતા.

અભિષેક બચ્ચન, જયા બચ્ચન અને શ્વેતા નંદાના આ ફોટા અને વીડિયો પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે અને ઐશ્વર્યા રાયને ખૂબ મિસ કરી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે ઐશ્વર્યા રાય અભિષેક સાથે કેમ નથી. લોકો કહી રહ્યા છે કે ઐશ્વર્યા રાય આ દિવસોમાં બચ્ચન પરિવાર સાથે જોવા મળતી નથી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવના ઘણા અહેવાલો સામે આવ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેક અલગ થઈ રહ્યા છે, તેઓ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જોકે, અભિષેકે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. તેણે તેના લગ્નની વીંટી બતાવી અને કહ્યું કે તે હજી પરિણીત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X