• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કંગના રનોતે સીએમ ઉદ્ધવ ઠાકરેને ફરીથી લલકાર્યાઃ 'હું મરુ કે જીવુ, હવે એક્સપોઝ કરીને જ રહીશ'

|

મુંબઈઃ મુંબઈની પીઓકે સાથે સરખામણી કરીને અને મૂવી માફિયાથી વધઉ મુંબઈ પોલિસથી ડર લાગવાની વાત કહીને શિવસેનાની આંખોમાં ખૂંચનાર બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતના બાંદ્રા સ્થિત બંગલોનો અમુક ભાગ બીએમસીએ બુધવારે પાડી દીધો. આ સમગ્ર પ્રકરણમાં રાજનીતિ ગરમ થઈ ગઈ છે. જ્યાં એક તરફ સીએમ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધતી દેધાઈ રહી છે ત્યાં બીજી તરફ કંગના પહેલાથી વધુ હુમલાખોર થઈ ગઈ છે. કંગનાએ બુધવારની સાંજે એક વાર ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. કંગનાએ કહ્યુ છે 'ભલે હું જીવુ કે મરુ, હું તમને બેનકાબ કરીશ.'

આઓ ઠાકરે-કરણ જોહર ગેંગ, હવે તોડો મારુ ઘર પછી મારો ચહેરો અને શરીર

આઓ ઠાકરે-કરણ જોહર ગેંગ, હવે તોડો મારુ ઘર પછી મારો ચહેરો અને શરીર

કંગના રનોતે કહ્યુ, ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર ગેંગ આઓ, તમે મારુ વર્ક પ્લેસ તોડી દીધુ, હવે મારુ ઘર તોડો, પછી મારો ચહેરો અને શરીર તોડો, હું ઈચ્છુ છુ કે દુનિયા હવે સ્પષ્ટ રીતે જુએ કે તમે આમ પણ શું કરો છો, ભલે હું જીવુ કે મરુ, હું તમને બેનકાબ કરીને રહીશ.

ફિલ્મ માફિયાના ફેવરેટ સીએમ છે ઉદ્ધવ

ફિલ્મ માફિયાના ફેવરેટ સીએમ છે ઉદ્ધવ

કંગનાએ ત્યારબાદ એક ટ્વિટનો જવાબ આપીને લખ્યુ છે, 'છેલ્લા 24 કલાકમાં મારી ઑફિસને અચાનક ગેરકાયદે ઘોષિત કરી દેવામાં આવી. તેમણે ફર્નીચર અને લાઈટિંગ સહિત અંદર બધુ નષ્ટ કરી દીધુ છે અને હવે મને ધમકી મળી રહી છે કે તે મારા ઘરે આવશે અને આને પણ તોડી દેશે. મને ખુશી છે કે ફિલ્મ માફિયાના ફેવરેટ 'દુનિયાના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી'નો મારો નિર્ણય યોગ્ય હતો.'

કંગનાએ ઉદ્ધવ ઠાકરેને કહ્યુ - તારો ઘમંડ તૂટશે

કંગનાએ ઉદ્ધવ ઠાકરેને કહ્યુ - તારો ઘમંડ તૂટશે

કંગનાએ એક વીડિયો શેર કરીને કહ્યુ કે, 'ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તુ ફિલ્મ માફિયા સાથે મળીને મારુ ઘર તોડીને મને મારાથી બહુ મોટો બદલો લઈ લીધો છે. આજે મારુ ઘર તૂટ્યુ છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનુ ચક્ર છે, યાદ રાખજે, હંમેશા એક જેવુ નથી રહેતુ. મને લાગે છે કે તે મારા પર બહુ મોટુ અહેસાન કર્યુ છે, મને ખબર તો હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતિ હશે, આજે મે અનુભવ્યુ છે. આજે હું આ દેશને વચન આપુ છુ કે હું માત્ર અયોધ્યા પર જ નહિ કાશ્મીર પર પણ એક ફિલ્મ બનાવીશ. હું દેશવાસીઓને જગાડીશ કારણકે મને ખબર હતી કે અમારી સાથે થશે તો થશે, પરંતુ મારી સાથે થયુ છે તેનો કોઈ અર્થ છે. ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા છે, આ જે આતંક છે, સારુ થયુ, આ મારી સાથે થયુ કારણકે આનો કોઈ અર્થ છે, જય હિંદ, જય મહારાષ્ટ્ર.'

આજે ઔપચારિક રીતે ભારતીય સેનામાં સામેલ થશે લડાકૂ વિમાન રાફેલ

English summary
Whether I live or die I will expose Uddhav Thackeray and Karan Johar gang: Kangana Ranaut.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X