આ છે દંગલ ગર્લ ફાતિમાની પહેલી ફિલ્મ, જાણીને થઇ જશો આશ્ચર્યચકિત

Written By:
Subscribe to Oneindia News

'દંગલ' ફિલ્મ એનાઉન્સ થઇ ત્યારથી જ ચર્ચામાં છે. આમિર ખાને 'દંગલ'ની પ્રિપેરેશનમાં 2 વર્ષનો સમય લીધો હોવાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને દર્શકોમાં આ ફિલ્મ જોવાનો ખૂબ ઉત્સાહ હતો. અહીં આમિર ખાન ખાનની ઓન સ્ક્રિન દિકરીનો રોલ ભજવનાર ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાની એક્ટિંગના પણ ખૂબ વખાણ સાંભળવા મળી રહ્યાં છે. આ બંન્નેની આ બોલિવૂડમાં પહેલી ફિલ્મ છે.

અહીં વાંચો - Box Office:દંગલની અધધધ કમાણી, 3 જ દિવસમાં તોડ્યો રેકોર્ડ

fatima sana shaikh

પરંતુ બહુ ઓછાને ખબર હશે કે ફાતિમા સના શેખ, કે જેણે 'દંગલ'માં ગીતો ફોગાટનું પાત્ર ભજવ્યું છે, તે આ પહેલા પણ એક ફિલ્મમાં ચમકી ચૂકી છે. ફાતિમા સના શેખે 5 વર્ષની ઉંમરે પહેલી વાર મોટા પડદે એન્ટ્રી મારી હતી. જી હા, ફાતિમાએ કમલ હસન અને તબુ સ્ટારર ફિલ્મ 'ચાચી 420'માં નાનકડી ભારતીનો રોલ પ્લે કર્યો હતો.

fatima sana shaikh

કોઇને વિશ્વાસ ન થાય કે 'ચાચી 420'ની નાનકડી ભારતી એ જ આમિર ખાનની 'દંગલ' ગર્લ ગીતા ફોગાટ છે. પોતાની ફિલ્મના પ્રમોશનમા કૉફી વિથ કરણમાં આવેલી ફાતિમાએ પોતાના કરિયર અંગે ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, લગભગ 1 મહિના સુધી તેણે અને સાન્યાએ આ રોલ માટે ઓડિશન આપ્યું હતું અને છેલ્લે જ્યારે તેમણે રોલ મળવાની બિલકુલ છોડી દીધી હતી ત્યારે ખબર આવ્યા કે તેમનું સિલેક્શન થઇ ચૂક્યું છે.

અહીં વાંચો - ગીતા, બબીતા ફોગાટે જોઇ દંગલ, જાણો કેટલુ સત્ય, કેટલી કલ્પના

fatima sana shaikh

અહીં ફાતિમાએ એમ પણ કહ્યું હતું કે, 'દંગલ' પહેલા પણ તેણે અનેક રોલ માટે અનેક ઓડિશન્સ આપ્યા હતા, પરંતુ ક્યાંય તેને પોતાની એક્ટિંગ સ્કિલ બતાવવાની તક મળી નહોતી. ફિલ્મ તો ઠીક તેને એડ ફિલ્મના ઓડિશનમાં પણ સફળતા નહોતી મળી. ફાતિમા સના શેખ આ પહેલાં ફિલ્મ 'આકાશવાણી'માં સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે અને સિરિયલ 'અગલે જનમ મોહે બિટિયા હી દેજો'માં પણ જોવા મળી છે.

English summary
Fatima Sana Shaikh was appeared in two bollywood films before Dangal.
Please Wait while comments are loading...