ગીતા, બબીતા ફોગાટે જોઇ દંગલ, જાણો કેટલુ સત્ય, કેટલી કલ્પના

Subscribe to Oneindia News

આમિર ખાનની ફિલ્મ દંગલ હાલમાં રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. દંગલ હરિયાણાની પહેલવાન બહેનો ગીતા અને બબીતાના જીવન પર આધારિત છે. બંને બહેનોએ શૂટિંગના સમયે પણ ફિલ્મની ટીમ સાથે ઘણો સમય વીતાવ્યો હતો. હાલમાં તેમણે સિનેમા હોલમાં પણ દંગલ જોઇ. બંને બહેનોએ ફિલ્મ જોયા બાદ જણાવ્યુ કે તેમના અને પિતાના જીવન પર બનેલી ફિલ્મમાં કેટલુ સત્ય અને કેટલુ એંટરટેઇનમેંટ જોડવામાં આવ્યુ છે.

babita

ફિલ્મ જોયા બાદ ગીતા ફોગાટે કહ્યુ કે બાયોપિકમાં મોટેભાગે એંટરટેઇનમેંટ માટે ઘણો મસાલો ઉમેરવામાં આવે છે. પરંતુ દંગલમાં તે બધુ નથી. ગીતાએ કહ્યુ કે દંગલ 99% સત્ય છે. આમાં 1% એંટરટેઇનમેંટ છે કે જે હોવુ પણ જોઇએ. ગીતાએ કહ્યુ કે બાળપણની મારી ટ્રેનિંગ અને પિતાના રોલમાં આમિર ખાન કમાલ છે. મારુ બાળપણ પડદા પર 100% ઉતારવામાં આવ્યુ છે. વળી, તેની બહેન બબીતા ફોગાટે પણ ફિલ્મની પ્રશંસા કરતા તેને સત્યની ખૂબ નજીક ગણાવી. તેણે કહ્યુ કે અમારી કહાની દુનિયાને બતાવવા બદલ તે આમિર ખાન અને તેની ટીમની આભારી છે.

તમને જણાવી દઇએ કે આમિર ખાનની દંગલ આ અઠવાડિયે રિલીઝ થઇ છે. ફિલ્મમાં આમિર ખાન પહેલવાન મહાવીર ફોગાટનો રોલ કરી રહ્યા છે. જ્યારે ફાતિમા અને સાન્યા, ગીતા અને બબીતાના રોલમાં છે. ફિલ્મમાં એક પહેલવાન પિતાની પોતાની દીકરીઓને પહેલવાની શીખવાડવા માટે સમાજ સાથે ટકરાવાની અને ત્યારબાદ દીકરીઓની દુનિયામાં પ્રખ્યાત થવાની કહાની છે. આમિર ખાન આ ફિલ્મ માટે ફિલ્મ સમીક્ષકોની સાથે સાથે રમત ગમતની દુનિયાના લોકો પાસેથી પણ પ્રશંસા મેળવી રહ્યો છે. ફિલ્મને વર્ષ 2016 ની સૌથી શાનદાર ફિલ્મ ગણવામાં આવી રહી છે.

English summary
Geeta Phogat and babita phogat says Dangal story is 99 precent true
Please Wait while comments are loading...