Interesting : ઇમરાને માઉથ ફ્રેશનરની, તો રણબીરે કન્ડોમની એડ કરવી જોઇએ...

મુંબઈ, 19 જુલાઈ : બૉલીવુડ સેલિબ્રિટીઓનું વિવિધ જાહેરખબરોમાં દેખાવું સામાન્ય બાબત બની ગઈ છે. અનેક સેલિબ્રિટીઓ વિવિધ બ્રાન્ડ્સ સાથે જોડાયેલી છે, પરંતુ અમે આજે વાત કરવાના છે એવા એન્ડોર્સમેંટ્સની કે જેમની સાથે અમુક સેલિબ્રિટીઓએ જોડાવવુ જ જોઇએ.

દાખલા તરીકે, મ્યુઝિક કમ્પોઝરમાંથી સિંગર અને તેમાંથી એક્ટર બનેલા હિમેશ રેશમિયા કેટલીક એવી પ્રોડક્ટ્સની જાહેરાત કરી શકે છે કે જેના માટે તેઓ એકદમ બંધ બેસી શકે. હિમેશ નાકથી ગાવા માટે બદનામ છે અને એટલે જ તેમણે નાકના ટીપાનું એન્ડોર્સમેંટ કરવું જોઇએ.

દરમિયન રણવીર સિંહ તાજેતરમાં જ કન્ડોમની જાહેરખબર કરી લાઇમલાઇટમાં આવ્યા હતાં. રણવીરની કન્ડોમ એડની પસંદગી એકદમ બરાબર છે અને તેમની ઉપર સૂટ પણ કરે છે. તેવી જ રીતે રણબીર કપૂર પણ ચૉકલેટી હીરો છે અને તેઓ માટે પણ અમે કન્ડોમના એન્ડોર્સમેંટની જ સલાહ આપી શકીએ છીએ.

ચાલો તસવીરો સાથે જોઇએ કે કઈ બૉલીવુડ સેલિબ્રિટીએ કઈ એડ કરવી જોઇએ :

રણબીર કપૂર

રણબીર કપૂર

દીપિકા પાદુકોણેએ પોતાના એક્સ ગર્લફ્રેન્ડ રણબીર કપૂરને કન્ડોમનું ગિફ્ટ પૅકેટ આપ્યુ હતું. આ જોતાં રણબીર કન્ડોમના એન્ડોર્સમેંટ માટે એકદમ ફિટ ચહેરો કહી શકાય.

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા

નાક દ્વારા ગાવા માટે જાણીતા હિમેશ રેશમિયા નાકના ટીપાની એડ કરી શકે છે. ઉપરાંત હિમેશ હંમેશા ટોપી પહેરે છે એટલે તેમણે કોઈક કૅપ કમ્પનીનું એન્ડોર્સમેંટ પણ જરૂર કરવુ જોઇએ.

અનિલ કપૂર

અનિલ કપૂર

આપણે બધા અનિલ કપૂરની હૅર સ્ટોરીથી વાકેફ છીએ. તેમની કાયાએ વાળનો ઢગલો જોઈ ગંજાઓ પણ ઈર્ષ્યા કરતા હશે. અનિલ કપૂરે હૅર રિમૂવલ ક્રીમ્સ કે પછી હૅર ઇમ્પ્રૂવમેંટ પ્રોડક્ટ્સના વેચાણમાં કમ્પનીઓને મદદ કરવી જોઈએ.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન ઘણી વાર શર્ટલેસ થયા છે અને પોતાની નગ્ન છાતી દર્શકોને બતાવી છે. દરમિયાન દબંગ ફિલ્મમાં તેમણે જે રીતે બેલ્ટ બતાવ્યો, તે જોતા તેઓ કોઈ પણ બેલ્ટ બ્રાન્ડના સારા એન્ડોર્સમેંટને યોગ્ય ગણી શકાય છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન સામાન્ય રીતે ઑફસ્ક્રીન કે ઑનસ્ક્રીન સનગ્લાસ સાથે જ દેખાય છે. શાહરુખે કોઇક સનગ્લાસ બ્રાન્ડની એડ કરવી જોઇએ.

અબ્બાસ-મસ્તાન

અબ્બાસ-મસ્તાન

સૌને આશ્ચર્ય થાય છે કે અબ્બાસ-મસ્તાન દરેક ઇવેંટમાં સફેદ કપડાં પહેરીને કેમ પહોંચે છે? આ જોડી ફૅબ્રિક વ્હાઇટનરનું એન્ડોર્સમેંટ કરવા સક્ષમ ગણી શકાય.

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી

બૉલીવુડમાં સીરિયલ કિસર તરીકે જાણીતા ઇમરાન હાશમી માટે કોઈ પણ માઉથ ફ્રેશનરની એડ સૂટ કરી શકે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમારની બત્રીસી જોઈ લાગે છે કે તેઓ કોઈ પણ ટૂથપેસ્ટની એડમાં ચમકી શકે છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર સ્ટાઇલિશ રેડ નેલ પોલીશનું ટ્રેન્ડ લાવનાર અભિનેત્રી ગણાય છે. તેમણે કોઇક નેલ પોલીશનું એન્ડોર્સમેંટ કરવુ જોઇએ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

દરેક સ્ત્રી પ્રિયંકા ચોપરાના લાંબા-કાળા-ઘના વાળનું રહસ્ય જાણવા માંગે છે. પ્રિયંકાએ કોઇક હૅર પ્રોડક્ટ્સની એડ કરી આ રાજ ખોલવો જોઇએ.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન બૉલીવુડના હૉટ મમ્મા ગણાય છે. મલાઇકા સ્ટ્રેચ માર્ક્સ રિમૂવલ ક્રીમના એડ કરતા સારા દેખાઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X